________________
ઉદ્દેશક-૧૬
૨૩૩ |
અવસુરા -દીક્ષા ગ્રહણ કર્યા પછી શારીરિક ક્ષમતા ઘટવાથી, વિચાર ધારાના પરિવર્તનથી જે સાધુ સંયમ મર્યાદાનું અતિક્રમણ કરે છે, તે સંયમ રૂપ ધનથી ધનવાન રહેતા નથી, સૂત્રકારે તેને અવસાનિક કહ્યા છે.
સાધુએ શુદ્ધાચારીને શિથિલાચારી અને શિથિલાચારીને શુદ્ધાચારી કહેવું ન જોઈએ. આ પ્રકારના વિપરીત કથનનું પ્રસ્તુત સૂત્ર દ્વયમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
શિથિલાચારીને શિથિલાચારી કહેવું તે પરુષ વચન છે, તેનો નિષેધ દશ. સૂત્ર, અક-૧૦, ગા.–૧૯માં છે અને ૧૫મા ઉદ્દેશકના બીજા સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પ્રસ્તુત સૂત્રમાં સંયમ ગુણોની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત કથન છે, તેમ છતાં અન્ય જ્ઞાનાદિ સર્વ ગુણોના વિષયોમાં પણ અયથાર્થ કથનનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રોથી સમજી લેવું જોઈએ. ગણ સંક્રમણ :|१५ जे भिक्खू वसुराइयगणाओ अवसुराइयगणं संकमइ, संकमंतं वा साइज्जइ। ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી વસુરાનિકગણમાંથી અવસુરાનિકગણ– અલ્પ ચારિત્ર ગુણવાળા ગણમાં સંક્રમણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારિત્ર સંપન્ન ગણને છોડીને અલ્પચારિત્ર ગુણવાળા ગણમાં જવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
જે ગણના નાયક ચારિત્ર ગુણથી સંપન્ન હોય છે, તે ગણના સાધુ-સાધ્વીઓ પણ પ્રાયઃ એવા જ ચારિત્ર ગુણથી સંપન્ન થાય છે.
કોઈ સાધુને પોતાના ગચ્છમાં કોઈ વિશેષ કારણથી આત્મ શાંતિ કે સંતોષ ન હોય અને તે ગણ પરિવર્તન કરવા ઇચ્છે તો કરી શકે છે. ઠાણાંગ સૂત્રના પાંચમા સ્થાનમાં ગણ પરિવર્તનના પાંચ કારણ કહ્યા છે. ગણ પરિવર્તનથી આત્મ શાંતિ અને આત્મ ગુણોની વૃદ્ધિ થતી હોય તો જવું કહ્યું છે, પરંતુ ગણ પરિવર્તન કર્યા પછી આત્મામાં અશાંતિ કે આત્મ ગુણોની હાનિ થાય તેમ હોય તો ગણ પરિવર્તન કરવાની જિનાજ્ઞા નથી.
કોઈ પોતાના ગણના આચારની અપેક્ષાએ ઓછા આચારવાળા ગણમાં જવા ઇચ્છે તો તેને સૂત્રોનુસાર જવું કલ્પતું નથી. તેમ છતાં કોઈ ભિક્ષુ સહનશીલતાની ઉણપ કે શારીરિક-માનસિક સમાધિ ન રહેવાથી એવા ગણમાં જાય તો આ સૂત્ર અનુસાર તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. કલહને ઉપશાંત ન કરનાર સાથે વ્યવહાર:१६ जे भिक्खू वुग्गहवक्कंताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देत वा साइज्जइ । ભાવાર્થ - કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે,