________________
૨૩ર |
શ્રી નિશીથ સુત્ર
पडिणियत्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અરણ્યવાસીઓ પાસેથી, વનમાં ગયેલા, અટવીની યાત્રાએ જનારા કે અટવીની યાત્રાએથી પાછા ફરતાં યાત્રિકો પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં અરણ્ય, જંગલ કે અટવીમાં અશનાદિ ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
(૧) અરણ્ય- નગર, ગામાદિ વસતિથી અત્યંત દૂરનું જંગલ, તેમજ એક જ પ્રકારના વૃક્ષોનો સમુદાય જેમાં હોય તે “અરણ્ય” કહેવાય છે. (૨) વન- ગામ, નગર વગેરેની સમીપનું જંગલ “વન” કહેવાય છે. (૩) અટવી– ચોરાદિના ભયથી યુક્ત દીર્ઘ જંગલ, જેને પાર કરવામાં અનેક દિવસો લાગે અને વચ્ચે કોઈ વસતિ ન હોય તે અટવી કહેવાય છે. અરણ્યાદિના લોકોના પ્રકાર :- (૧) અરણ્યવાસી કંદ-મૂળ વગેરે ખાઈ વનમાં રહેનાર ચોર, આદિવાસી વગેરે અથવા કોઈ પણ કારણથી અરણ્યમાં ગયેલા લોકો. (૨) આજીવિકા માટે લાકડું વગેરે લેવા ગયેલા લોકો. (૩) દીર્ઘ અટવી પાર કરી યાત્રા કે વેપાર માટે જઈ રહેલો જન સમુદાય-સાર્થ. (૪) અટવી પાર કરી યાત્રા કે વેપારથી પાછો ફરી રહેલો જનસમુદાય.
અરણ્યાદિમાં આહારાદિ ઉપલબ્ધિના અન્ય સાધન હોતા નથી અને સાધુ તેઓ પાસેથી આહાર ગ્રહણ કરે અને તેઓને આહારાદિ ઓછા થાય તો તેઓ વનસ્પતિની વિરાધના કરે, પશુ-પક્ષીની હિંસા કરે અથવા ક્ષુધાથી પીડિત થાય, તેવા દોષોની સંભાવનાને લક્ષ્યમાં રાખી સાધુ અરણ્યાદિમાં આહાર ગ્રહણ કરે નહીં. જો ગ્રહણ કરે, તો સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે. વસુરાનિક, અવસુરાત્નિકઃ|१३ जे भिक्खू वसुराइयं अवसुराइयं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી વસુરાત્વિક–વિશેષ ચારિત્ર ગુણ સંપનને અવસુરાનિક-અલ્પ ચારિત્ર ગુણવાળા કહે કે કહેનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू अवसुराइयं वसुराइयं वयइ वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસુરાત્વિક-અલ્પ ચારિત્ર ગુણવાળાને, વસુરાત્વિક–વિશેષ ચારિત્ર ગુણ સંપન્ન કહે કે કહેનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વસુરાત્વિકને અવસુરાત્મિક અને અવસુરાત્વિકને વસુરાનિક કહેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. વસુરા - દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમની શુદ્ધ આરાધના કરનાર ભિક્ષુ સંયમરૂપી રત્નધનની વૃદ્ધિ દ્વારા ધનવાન બને છે, સૂત્રકારે તેને વસુરાનિક કહ્યા છે.