________________
ઉદ્દેશક-૧૬
૨૩૧ |
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू सचित्तं अंतरुच्छुयं वा उच्छुखंडियं वा उच्छुचोयगं वा उच्छुमेरगं वा उच्छुसालगं वा उच्छुडगलं वा भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડીના (૧) પર્વનો મધ્યભાગ, (૨) શેરડીની કાતળી(સાંઠાના ટુકડા) (૩) શેરડીના છિલકા (૪) શેરડીના સાંઠાનો અગ્રભાગ, (૫) શેરડીનો રસ (૬) શેરડીના નાના-નાના ટુકડા(ગંડેરી) ખાય કે ખાનારનું અનુમોદન કરે, | ९ जे भिक्खू सचित्तं अंतरुच्छुयं वा जाव उच्छुडगलं वा विडंसइ विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડીના પર્વનો મધ્યભાગ યથાવત્ શેરડીના નાના-નાના ટુકડા ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે, १० जे भिक्खू सचित्त-पइट्ठियं अंतरुच्छुयं वा जाव उच्छुडगलं वा भुंजइ, भुंजंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વના મધ્યભાગ યાવતું શેરડીના નાના-નાના ટુકડા ખાય કે ખાનારનું અનુમોદન કરે.
११ जे भिक्खू सचित्त-पइट्ठियं अंतरुच्छुयं वा जाव उच्छुडगलं वा विडंसंइ વિડત વા સારૂm I ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વના મધ્ય ભાગ યાવતુ શેરડીના નાના-નાના ટુકડા ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સચિત્ત શેરડી ખાવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પંદરમાં ઉદ્દેશકમાં આમ્રફળના કથનથી સર્વ સચિત્ત ફળોનું કથન થઈ જાય છે પણ શેરડી ફળ નથી સ્કંધ છે, તેથી તેમાં તેનું ગ્રહણ થતું ન હોવાથી અહીં અલગ સૂત્ર દ્વારા તેનું કથન કર્યું છે.
પ્રસ્તુત આઠ સૂત્રોમાંથી પ્રથમ સૂત્ર ચતુષ્કમાં સચિત્ત શેરડી અને બીજા સૂત્ર ચતુષ્કમાં સચિત્ત શેરડીના ખંડિત કરેલા વિભાગોનું કથન છે.
- આચારાંગ સૂત્ર, શ્ર.-૨, અ.-૧, ઉ.-૧૦, સૂ.-૪માં શેરડીને બહુ ઉજિઝત ધર્મા(વધુ ફેંકવું પડે તેવી) કહી તેના ગ્રહણનો નિષેધ કર્યો છે, પરંતુ આચારાંગ સૂત્ર, શ્રુ.-૨, અ.-૭, -૨, . ૯ થી ૧૧માં વિશેષ કારણથી ગ્રહણ કરવી પડે તો અચિત્ત ગ્રહણ કરે, તેવું કથન છે અને અહીં સચિત્ત કે સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય અથવા ચૂસે તો તેનું પ્રાયશ્ચિત્ત કથન છે. અરયાદિમાં આહાર ગ્રહણઃ१२ जे भिक्खू आरण्णगाणं वगंधाणं, अडविजत्ता-संपट्ठियाणं, अडविजत्ता