________________
૨૩૦ ]
શ્રી નિશીથ સૂત્ર
તેથી ભિક્ષ દ્રવ્ય અને ભાવ સાગારિક શય્યાનો પરિત્યાગ કરીને શુદ્ધ શય્યાની ગવેષણા કરે. જો ગવેષણા કરતા નિર્દોષ શય્યા ન મળે તો ગીતાર્થની નેશ્રામાં સાગારિક શય્યામાં વિવેક પૂર્વક રહે અને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. સકલ સેન્ન :- જ્યાં ખુલ્લા હોજમાં કે ઘડા આદિમાં પાણી રહેતું હોય તેવા સ્થાનમાં રહેવાથી ગમનાગમન આદિ કાર્ય કરતાં અષ્કાયિક જીવોની વિરાધના થઈ શકે છે. ઉદય ભાવથી કોઈ સાધુને પાણી પીવાનો સંકલ્પ થાય અથવા અન્ય લોકો સાધુ જલપાન કરે છે, તેવી શંકા કરે છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–રમાં જ્યાં સંપૂર્ણ દિન-રાત અચિત્ત જળના ઘડા ભર્યા રહેતા હોય ત્યાં રહેવાનો નિષેધ છે અને અહીં સામાન્ય રૂપે જલસ્થિત સ્થાનમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાથિ નં :- બહત્કલ્પ સુત્ર ઉ. રમાં અગ્નિવાળી શયામાં રહેવાના બે વિકલ્પ કહ્યા છે– (૧) ચૂલો(ભટ્ટી-ભટ્ટા) આદિમાં બળતી અગ્નિ (૨) પ્રજ્વલિત દીપકની અગ્નિ. જે ઘરમાં કે ઘરના કોઈ સ્થાનમાં, ઓરડામાં અગ્નિ બળી રહી હોય કે દીપક જલી રહ્યા હોય તો ત્યાં સાધુ ન રહે, કારણ કે ત્યાં ગમનાગમન, વંદન, પ્રતિલેખન, પ્રમાર્જન આદિ સંયમ સમાચારીના કાર્ય કરતાં અગ્નિકાયની વિરાધનાની સંભાવના રહે છે અને ઠંડી નિવારણને માટે અગ્નિનો ઉપયોગ કરતાં હિંસાની અનુમોદનનો દોષ થાય.
જ્યાં અગ્નિ કે દીપક દિન-રાત જલતા હોય તેવા સ્થાનમાં રહેવાનો બૃહત્કલ્પ સૂત્ર ઉ. રમાં નિષેધ છે, પરંતુ અહીં સામાન્ય રૂપે પ્રજ્વલિત અગ્નિવાળી શધ્યામાં રહેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આચારાંગ સૂત્ર, શ્ર.-૨, અ.-૨, ઉ–૩ ના એક જ પાંચમા સૂત્રમાં એક સાથે સાગારિક શય્યા, અગ્નિવાળી શય્યા અને જળવાળી શય્યામાં રહેવાનો નિષેધ છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–રમાં અન્ય સ્થાન ન મળે તો સાધુને જળ કે અગ્નિયુક્ત સ્થાનમાં એક-બે રાત રહેવાનું આપવાદિક વિધાન છે.
નિશીથ ભાષ્ય ચૂર્ણિમાં સ્પષ્ટ કર્યું છે કે અગીતાર્થ સાધુને આ પ્રકારના સ્થાનમાં એક-બે રાત્રિ રહે તો પણ પ્રાયશ્ચિત્ત આવે છે, ગીતાર્થ સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તે આપવાદિક સ્થિતિના વિવેકનો યથાર્થ નિર્ણય લઈ શકે છે. સચિત્ત શેરડીનું સેવન:|४ जे भिक्खू सचित्तं उच्छु भुंजइ, भुजंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડી ખાય કે ખાનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू सचित्तं उच्छु विडंसइ, विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડી ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે,
६ जे भिक्खू सचित्त-पइट्ठियं उच्छु भुंजइ, भुजंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય કે ખાનારનું અનુમોદન કરે, |७ जे भिक्खू सचित्त-पइट्ठियं उच्छु विडंसइ, विडंसंतं वा साइज्जइ ।