________________
ઉદ્દેશક-૧૬
.
| ર૨૯ ]
-
સોળમો ઉદેશક
– ૪૦ લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન //e/2/
VIEW
નિષિદ્ધ શય્યામાં નિવાસઃ| १ जे भिक्खू सागारियं सेज्ज उवागच्छइ, उवागच्छंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થયુક્ત શય્યા(સ્થાન)માં રહે કે રહેનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू सउदगं सेज्जं उवागच्छइ, उवागच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાણીયુક્ત શા(સ્થાન)માં રહે કે રહેનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू सागणियं सेज्ज उवागच्छइ, उवागच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અનિયુક્ત શય્યા(સ્થાન)માં રહે કે રહેનારનું અનુમોદન કરે છે તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ માટે ગૃહસ્થયુક્ત, પાણીયુક્ત, અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
સીરિક સેકનં - નત્યં ત્નિ-પુરા વતિ સા સારિ જ્યાં સ્ત્રી-પુરુષો રહેતા હોય તે સ્થાન સાગારિક શય્યા કહેવાય છે.
જ્યાં સ્ત્રી-પુરુષ સાથે રહેતા હોય, જ્યાં એકલી સ્ત્રી રહેતી હોય કે માત્ર અનેક સ્ત્રીઓ જ રહેતી હોય, તે સ્થાન સાધુ માટે “સાગારિક શય્યા” છે. પુરુષોથી યુક્ત સ્થાન સાધ્વી માટે “સાગારિક શય્યા” છે. એવી સસાગારિક શય્યામાં સાધુ-સાધ્વી રહે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
વ્યાખ્યાકારે આભૂષણ, વસ્ત્ર, આહાર, સુગંધી પદાર્થ, વાદ્ય, નૃત્ય, નાટક, ગીત તથા શયન, આસન આદિથી યુક્ત સ્થાનને દ્રવ્ય સાગારિક શય્યા” અને સ્ત્રીયુક્ત સ્થાનને ‘ભાવ સાગારિક શય્યા” કહી છે.
દ્રવ્ય કે ભાવ સાગારિક શય્યામાં રહેવાથી તે પદાર્થોનું ચિંતન કે પ્રેક્ષણમાં તથા તેની વાર્તાઓમાં સમય વ્યતીત થાય છે, જેથી સ્વાધ્યાય, પ્રતિલેખન, પ્રતિક્રમણ આદિ સંયમ સમાચારીનું પરિપાલન સૂત્રાનુસાર થઈ શકતું નથી તથા સાંસારિક પ્રવૃત્તિઓનું સ્મરણ તથા સંયમ ભાવમાં શિથિલતા આવવાથી મોહકર્મનો બંધ અને સંયમ વિરાધના થાય છે.
છદ્મસ્થ સાધકને અનુકુળ નિમિત્ત પ્રાપ્ત થતાં ક્યારેક મોહકર્મનો ઉદય થઈ જાય, તો સંયમ કે બ્રહ્મચર્યથી વિચલિત થઈ જાય છે.
આચા, શ્ર.-૨, અ.-૨, ઉ. ૩માં સ્ત્રી, બાળક, પશુ તથા આહારાદિથી યુક્ત શધ્યા(સ્થાન)માં રહેવાનો નિષેધ કર્યો છે અને આવી સાગારિક શય્યામાં રહેવાથી થનારા અનેક દોષોનું પણ કથન કર્યું છે.