________________
[ ૨૨૮ ]
શ્રી નિશીથ સૂત્ર
સોળમો ઉદ્દેશક પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૫૦ લઘુચમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
ગૃહસ્થયુક્ત, જલયુક્ત, અને અગ્નિયુક્ત સ્થાનમાં રહેવું, સચિત્ત ઇશુ કે ઈક્ષખંડ ખાવા કે ચૂસવા, અરણ્યવાસી, વનમાં જનારા, અટવી યાત્રી પાસેથી આહાર લેવો, અલ્પ ચારિત્ર ગુણવાળાને વિશેષ ચારિત્ર ગુણ સંપન્ન કહેવાં અને વિશેષ ચારિત્ર ગુણ સંપન્નને અલ્પ ચારિત્ર ગુણવાળા કહેવા. વિશેષ ચારિત્ર ગુણ સંપન્ન ગચ્છમાંથી અલ્પ ચારિત્ર ગુણવાળા ગચ્છમાં જવું, કદાગ્રહ યુક્ત સાધુઓની સાથે આહાર, વસ્ત્ર, મકાન, સ્વાધ્યાય વગેરેનું આદાન-પ્રદાન કરવું, સુખ પૂર્વક વિચારવા યોગ્ય ક્ષેત્ર હોવા છતાં પણ અનાર્ય ક્ષેત્રોમાં કે વિકટ માર્ગમાં વિહાર કરવો, જુગુપ્સિત કુળમાંથી આહાર, વસ્ત્ર, શય્યા ગ્રહણ કરવા તથા તેને ત્યાં રહીને સ્વાધ્યાયની વાચના આદાન-પ્રદાન કરવી, ભૂમિ સંસ્તારક કે ખીંટી, શીંકા આદિ પર આહાર મુકવો, ગૃહસ્થોની સાથે બેસીને આહાર કરવો કે ગૃહસ્થો જુએ તેમ આહાર કરવો, આચાર્ય આદિના આસનને પગ અડી જાય, તો વિનય કર્યા વિના ચાલ્યા જવું; સુત્રોક્ત સંખ્યા, માપ(પરિમાણોથી અધિક ઉપધિ રાખવી, વિરાધનાવાળા સ્થાનોમાં ઉચ્ચારાદિ પરઠવા, ઇત્યાદિ દોષ સ્થાનોનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.