________________
ઉદ્દેશક-૧૫
| ૨૨૩ ]
२९ जे भिक्खू कुसीलस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલ પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३० जे भिक्खू संसत्तस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देतं वा સાડ઼ઝરૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્તને અશનાદિચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે ३१ जे भिक्खू संसत्तस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્ત પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३२ जे भिक्खू णितियस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિત્યકને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू णितियस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યક પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાર્થસ્થ આદિ પાંચ સાથે આહાર આદિના આદાન-પ્રદાનના પ્રાયશ્ચિત્તનું કથન છે.
પાર્થસ્થ આદિ ભિક્ષુઓને આહાર આપવાથી તેના એષણા દોષોની કે અન્ય દૂષિત પ્રવૃત્તિઓની અનુમોદના થાય છે તથા પાર્થસ્થ આદિ પાસેથી આહાર લેવામાં ઉગમ આદિ દોષયુક્ત આહારનું સેવન થાય છે, પાર્થસ્થાદિ સાથે આહાર લેતા-દેતા તેઓ સાથે સંસર્ગની વૃદ્ધિ થાય અને ક્રમશઃ સંયમ દૂષિત થાય છે માટે સાધુએ શુદ્ધ સંયમી સાંભોગિક સાધુ સાથે જ આહારનું આદાન-પ્રદાન કરવું જોઈએ, તેઓ સાથે આહારનું આદાન-પ્રદાન કરે, તો આ ૧૦ સૂત્રોમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પાર્થસ્થ આદિનું સ્વરૂપ ચોથા ઉદ્દેશકના વિવેચનમાં કહેવાયું છે. ગૃહસ્થને વસ્ત્રાદિ આપવા:३४ जे भिक्खू अण्णउत्थियस्स वा गारत्थियस्स वा वत्थं वा पडिग्गरं वा कंबलं वा पापयुंछणं वा देइ, देत वा साइज्जइ ।