________________
રરર |
શ્રી નિશીથ સૂત્ર
ઉપાશ્રયમાં સ્થિત હોય તો પણ તેને આહાર-પાણી આપવા કહ્યું નહીં. શ્રાવકો સંપૂર્ણ સાવધ યોગના ત્યાગી નથી અને સામાયિક કરે ત્યારે પણ તેમનું સાવધ કાર્યનું સ્વામિત્વ ચાલુ જ રહે છે માટે સામાયિક વ્રતધારી શ્રાવક આદિ કોઈપણ ગૃહસ્થને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપવો કલ્પતો નથી. ગૃહસ્થને આહાર આપવાના દોષોઃ- (૧) ગૃહસ્થ સાવધ કાર્યમાં રત હોય છે, તેમને આહારાદિ આપવાથી સાવધ કાર્યની અનુમોદના થાય છે. (૨) દાતા સાધુને સંયમ સાધનામાં સહયોગી બનવા આહારદાન કરે છે. અન્ય ગૃહસ્થને સાધુ આહાર આપે તેવી ગૃહસ્થની આજ્ઞા ન હોવાથી તૃતીય મહાવ્રત દૂષિત થાય છે. (૩) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે. (૪) આહાર દાતાને જાણ થતાં સાધુ પ્રત્યે અશ્રદ્ધા થાય અને દાનની ભાવના મંદ પડે માટે સાધુએ ગૃહસ્થને આહારાદિ આપવા ન જોઈએ અને જો આપે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
ક્યારેક દાતા કે ભિક્ષુની અસાવધાનીથી સચિત્ત આહાર-પાણી કે અકલ્પનીય આહારાદિ પદાર્થ ગ્રહણ થઈ ગયા હોય તો સાધુએ તુરંત તે જ ગૃહસ્થને પાછા સોંપી દેવા જોઈએ તેવું વિધાન આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યય-૧, ઉદ્દેશક–૧૦ તથા આચારાંગ સૂત્ર, અધ્યયન-૬ ઉદ્દેશક–રમાં છે અને આ રીતે સચિત્ત આહારાદિ પાછા આપે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. પાર્થસ્થાદિ સાથે આહારનું આદાન-પ્રદાન - |२४ जे भिक्खू पासत्थस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે २५ जे भिक्खू पासत्थस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खू ओसण्णस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा देइ, देतं વા સાજન ! ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અવસનને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે २७ जे भिक्खू ओसण्णस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસાન પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू कुसीलस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે,