________________
ઉદ્દેશક-૧૫
૨૨૧ |
२२ जे भिक्खू गोणसालंसि वा गोणगिहसि वा महाकुलंसि वा महागिहंसि वा उच्चारपासवणं परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી બળદશાળા–બળદગૃહ, મહાકુળ-મહાગૃહમાં, ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ નવ સુત્રોમાં ૪૬ સ્થાનોનું કથન છે. આ ૪૬ સ્થાનોનું સંપૂર્ણ વિવરણ આઠમા ઉદ્દેશકના ૧ થી ૯ સૂત્રમાં વર્ણિત ૪૬ સ્થાનોની જેમ જ જાણવું.
આ સુત્રોમાં ૪૬ સ્થાનોના નામ આપ્યા છે, તે સ્થાનોમાં સાધુ ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ ન કરે. આ ૪૬ સ્થાનોમાંથી કેટલાક સ્થાનો સાર્વજનિક છે, કેટલાક સ્થાનો વ્યક્તિગત છે. ઉપલક્ષણથી તેવા પ્રકારના અન્ય સ્થાનનું પણ ગ્રહણ આ સૂત્રોથી થઈ જાય છે કે જે સ્થાનોના કોઈ માલિક હોય અથવા રક્ષક હોય તેવા સ્થાનોમાં સાધુ પરઠે નહીં.
સામાન્યપણે સાધુ ગામની બહાર, આવાગમન રહિત, કોઈ ગૃહસ્થ ન જુએ તેવા સ્થાન પર ઉચ્ચાર-પ્રસવણનું વિસર્જન કરે છે. આચા., શ્રુ. ૨, અ. ૧૦, સૂ. ૮, ૧૦, ૧૬ આદિ સૂત્રોમાં ઉધાનાદિમાં પરઠવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
આ સૂત્રોમાં ‘ઉચ્ચાર-પ્રસવણ’ આ બંને શબ્દોનો પ્રયોગ સાથે છે, તેમ છતાં મુખ્યતાએ ઉચ્ચાર સંબંધી સૂત્રોક્ત કથનો છે, તેમ સમજવું જોઈએ. સાધુ જ્યાં સ્થિત હોય ત્યાં નિર્દોષ પરિષ્ઠાપન ભૂમિમાં જ પ્રસવણાદિનો ત્યાગ કરી શકે છે. પરિષ્ઠાપન ભૂમિના કોઈ વ્યક્તિગત માલિક નહોય તો શકેન્દ્ર મહારાજની આજ્ઞા લેવાય અને માલિક હોય તો તેમની આજ્ઞા લેવાય અને ઉત્તરાધ્યયન સૂત્રોક્ત ૧૦ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠી શકાય.
ઉપરોક્ત ૪૬ સ્થાનોના કોઈ માલિક કે રક્ષક હોય અને તેવા સ્થાનોમાં સાધુ માલિકની આજ્ઞા વિના પરઠે તો તૃતીય મહાવ્રતમાં દોષ લાગે છે. સ્થાનના સ્વામીને જાણકારી થાય તો સાધુની અસભ્યતા તેમજ મૂર્ખતા પ્રગટ થાય, સાધુ તથા શાસનની નિંદા થાય, કોપિત થયેલા તે ગૃહસ્થ સાધુ સાથે અશિષ્ટ, વ્યવહાર પણ કરી શકે છે. આ દોષોને ધ્યાનમાં રાખી સાધુ તેવા સ્થાનોમાં પરઠે નહીં અને જો ભૂલથી તેવા સ્થાનમાં પરઠે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થને આહાર આપવોઃ| २३ जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગુહસ્થને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુને ભિક્ષામાં પ્રાપ્ત આહાર ગૃહસ્થને આપવો કલ્પતો નથી. કોઈ શ્રાવક સામાયિક વ્રત સ્વીકારી