________________
[ ૨૧૮ ]
શ્રી નિશીથ સૂત્ર
|६ जे भिक्खू सचित्तं अंबं विडंसइ, विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે, |७ जे भिक्खू सचित्त-पइट्ठियं अंबं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ખાય કે ખાનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू सचित्त-पइट्ठियं अंबं विडंसइ, विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે, | ९ जे भिक्खू सचित्तं अंबं वा अंब-पेसि वा अंब-भित्तं वा अंब-सालगं वा अंबडालगं(अंबडगलं) वा अंबचोयगं वा भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી, કેરીની ચીર, કેરીના અર્ધાભાગ(ફાડીયા), કેરીનો રસ, કેરીના ટુકડા કે કેરીની છાલને ખાય અથવા ખાનારનું અનુમોદન કરે, |१० जे भिक्खू सचित्तं अंबं वा जाव अंबचोयगंवा विडंसइ विडंसंतं वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી યાવતુ કેરીની છાલ વગેરેને ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે, ११ जे भिक्खू सचित्तपइट्ठियं अंबं जाव अंबचोयगंवा भुंजइ, भुंजतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કરી કે કેરીની છાલ વગેરે ખાય કે ખાનારનું અનુમોદન કરે. १२ जे भिक्खू सचित्तपइट्ठियं अंबं वा जाव अंबचोयगं वा विडंसइ, विडंसतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કેરી, કેરીની છાલ વગેરેને ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ આઠ સુત્રોમાં સચિત્ત કેરી ખાવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ભાષ્યકારે ઉપલક્ષણથી સર્વ સચિત્ત ફળો ખાવાનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રોથી સમજી લેવાનું સૂચિત કર્યું છે.
પ્રથમ સૂત્ર ચતુષ્ટયમાં અખંડ આમ્રફળ ખાવા તથા ચૂસવાનું તથા દ્વિતીય સૂત્ર ચતુષ્ટયમાં કેરીના સચિત્ત ટૂકડા વગેરે ખાવા-ચૂસવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આચા., શ્રુ. ૨, અ.૭, ઉ. ૨, સૂ. માં સચિત્ત કેરીના ટુકડા(અર્ધ ભાગ), કેરી ટુકડા ચીર વગેરે ગ્રહણ કરવાનો નિષેધ છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
પ્રસ્તુત સૂત્ર–પમાં વિત્ત સંવ નું કથન છે અને સૂત્ર–૯માં પુનઃ વિત્ત અંકનું કથન છે. આચા, શ્રુ.૨, અ.૭, ઉ.૨, સૂ. માં અંજસિવાયના સંવાલિયવગેરે પાંચ શબ્દોનું કથન છે. આચારાંગનો તે સૂત્ર પાઠ શુદ્ધ છે અને તેના અર્થ પણ સુસંગત જણાય છે. નિશીથ સૂત્રમાં લિપિ દોષ કે પ્રમાદથી ‘સંવ શબ્દ (સૂ. ૯) બીજીવાર આવી ગયો હોય તેવી સંભાવના છે.