________________
ઉદ્દેશક-૧૫.
| ૨૧૭ ]
પંદરમો ઉદેશક
– VEle] [૧૫૪ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન //e/2/
સાધુ-સાધ્વીની આશાતના:| १ जे भिक्खू भिक्खुं आगाढं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીને આક્રોશ વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू भिक्खुं फरूसं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીને કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू भिक्खं आगाढ-फरूसं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીને આક્રોશ વચન તથા કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खूभिक्खूअण्णयरीए अच्चासायणाए अच्चासाएइ, अच्चासाएंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીની કોઈ પણ પ્રકારે આશાતના કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દસમાં ઉદ્દેશકના પ્રથમ ચાર સૂત્રોમાં પૂજયનીય આચાર્ય કે ગુરુજનો તેમજ રત્નાધિકોની આશાતના કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પૂજ્યવરોનો વિનય કરવો તે તો સાધુઓનું કર્તવ્ય છે તે જ રીતે સામાન્ય સંતો, સતીજીઓ કે અન્ય ગચ્છના સાધુ-સાધ્વીઓ પ્રત્યે પણ સાધુએ અવિનય-આશાતના યુક્ત વચન-વ્યવહાર, તિરસ્કાર સૂચક પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ. જો કોઈ સાધુ એવી પ્રવૃત્તિ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
તેરમા ઉદ્દેશકમાં આ પ્રકારના ચાર સૂત્રોથી ગૃહસ્થની આશાતના કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે જ રીતે અહીં પણ પ્રથમ ત્રણ સૂત્રોમાં વચન સંબંધી આશાતનાના પ્રાયશ્ચિત્તોનું અને ચોથા સુત્રમાં અન્ય સર્વ પ્રકારની આશાતનાના પ્રાયશ્ચિત્તનું કથન કરવામાં આવ્યું છે. સાધુઓને અપ્રિયવચન કહેવાનો નિષેધ દશ., અ. ૧૦, ગા. ૧૮માં છે. સચિત્ત આમ્રફળનો ઉપભોગ - | ५ | जे भिक्खू सचित्तं अंबं भुंजइ, भुंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી ખાય કે ખાનારનું અનુમોદન કરે.