________________
[ ૨૧૬]
શ્રી નિશીથ સૂત્ર
પંદરમો ઉદ્દેશક | પરિચય છRORRORDROROR
આ ઉદ્દેશકમાં ૧૫૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
પરુષ-કઠોર વચન આદિથી અન્ય ભિક્ષની આશાતના કરવી, સચિત્ત આમ્ર કે તેના ખંડ આદિ ખાવા, ગૃહસ્થ પાસે પોતાના શરીર સંબંધી પરિકર્મ કાર્ય કરાવવું, અકલ્પનીય સ્થાનોમાં પરઠવું, ગૃહસ્થને આહાર, વસ્ત્રાદિ દેવા, પાર્થસ્થાદિને આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન કરવું વસ્ત્ર ગ્રહણ કરવામાં ઉગમ આદિ દોષોના પરિહાર માટે પૂર્ણ ગવેષણા ન કરવી, વિભૂષાના સંકલ્પથી શરીર પરિકર્મના ૫૪ કાર્યો કરવા, વિભુષાના સંકલ્પથી વસ્ત્રાદિ ઉપકરણ રાખવા, વિભૂષાના સંકલ્પથી વસ્ત્રાદિ ઉપકરણોને ધોવા, ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.