________________
ઉદ્દેશક-૧૪
[ ૨૧૫]
सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાત્ર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ચાતુર્માસ કલ્પ રહે કે રહેનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશક કથિત ૪૧ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાત્રની યાચના માટે કોઈ ગામમાં માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહે, તો તેના પ્રાયશ્ચિત્તનું કથન છે. ડિEળીલા:- પાત્ર અર્થે નિવાસ (૧) કોઈ સાધુ ગૃહસ્થને કહે કે- અમે પાત્ર માટે જ આ ગામમાં માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ રહીએ છીએ માટે અમને સારા પાત્ર આપજો કે અપાવજો, આ પ્રમાણે વચનબદ્ધ કરી તે ગામમાં રહે તો તે પાત્ર માટે નિવાસ કર્યો કહેવાય છે. આવા નિવાસનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. (૨) આ ક્ષેત્રમાં પાત્ર મળશે તેવા આગ્રહયુક્ત પોતાના સંકલ્પ સાથે માસ કલ્પ યોગ્ય બીજા ક્ષેત્રને છોડી, ત્યાં રહે તો તે પણ પાત્ર માટે નિવાસ કહેવાય છે અને તેનું આ સુત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
કદાચિત ભિક્ષને પાત્રની અત્યંત આવશ્યક્તા હોય અને ક્યારેક તેના માટે થોડા દિવસ રોકાવું પણ પડે તો સાધુ તે પ્રમાણે કરી શકે છે, પરંતુ આગ્રહ યુક્ત સંકલ્પ કે ગૃહસ્થ સાથે વચન બદ્ધતા કરવી યોગ્ય નથી.
જો પાત્ર માટે ગૃહસ્થને વચનબદ્ધ કરીને કે પોતે સંકલ્પ કરીને તે ગામમાં રહે અને યોગ-સંયોગે ત્યાં પાત્ર ન મળે તો સાધુ અને ગૃહસ્થ બંનેને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે. ગૃહસ્થ જો અનુરાગી હોય તો અનેક દોષ લગાડી પાત્ર લાવીને આપે, તો સંયમની વિરાધના થાય છે, માટે સાધુ આવા સંકલ્પ સાથે કોઈ ગામમાં રહે નહીં.
આ ઉદ્દેશકમાં ૪૧ સુત્ર દ્વારા ૪૧ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
- ચૌદમો ઉદ્દેશક સંપૂર્ણ .