________________
શ્રી નિશીથ સૂત્ર
મતસિ..... :- સ્વજનાદિ કોઈ પણ ગૃહસ્થ પોતાના ઘરમાં કે પોતાના જ અન્ય કોઈ સ્થાનમાં હોય ત્યારે પાત્રની યાચના કરી શકાય છે, પરંતુ જો તે અન્ય ગામમાં હોય, ગ્રામાંતર અર્થાત્ ગામની બહાર હોય કે ગામમાં પણ માર્માંતર—બજારમાં કે બે માર્ગની વચ્ચેના ભાગમાં હોય કે માર્ગમાં ચાલતા હોય ત્યારે ત્યાં પાત્રની યાચના કરવી ન જોઈએ, કારણ કે ત્યાં તેની પાસે તો પાત્ર હોતા નથી.
૨૧૪
ગમે ત્યાં યાચના કરવાથી તે સ્વજનાદિ અનુરાગી હોય તો એષણાના દોષની સંભાવના રહે છે. જો તે અનુરાગી ન હોય તો ગામની મધ્યમાં વગેરે સ્થાનોમાં યાચના થવાથી કુપિત થાય, અનાદર કરે, પાત્ર હોવા છતાં નિષેધ કરે ઇત્યાદિ દોષોની સંભાવનાના કારણે અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પરિષદમાં પાત્ર યાચનાઃ
|३९ भिक्खू णाय वा अणायगं वा उवासगं वा अणुवासगं वा परिसामज्झाओ उट्ठवेत्ता पडिग्गहं ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ ।
ભાવાર્થ -- જે સાધુ કે સાધ્વી પરિષદમાં સ્થિત સ્વજન કે અન્યજન, ઉપાસક કે અનુપાસક પાસે માંગી-માંગીને પાત્રની યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પૂર્વસૂત્રમાં દાતા પોતાના ઘર કે સ્થાન સિવાયના સ્થાન, માર્ગ આદિમાં હોય ત્યારે પાત્ર યાચના ન કરવાનું જણાવ્યું છે; આ સૂત્રમાં દાતા સ્વગૃહમાં કે યથાસ્થાને સ્થિત હોય ત્યારે કેવી સ્થિતિમાં યાચના ન કરવી તે જણાવ્યું છે. સ્વગૃહમાં દાતા અન્ય કોઈ એક કે અનેક વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય કે પરિષદમાં બેઠા હોય ત્યાં તેઓની વચ્ચમાં જઈને અથવા ત્યાંથી ઉઠાડીને પાત્રની યાચના કરવી ન જોઈએ. આ રીતે યાચના કરે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
પાત્રની યાચના માટે સાધુ જો ગૃહસ્થદાતાની પરિષદમાં જઈને અથવા સભામાંથી ઉઠાડીને યાચના કરે, તો તેઓના આવશ્યક વાર્તાલાપમાં સ્ખલના થાય, વાર્તાલાપ બંધ કરવો પડે તેથી દાતાને સાધુ પ્રત્યે રોષ જાગે, સાધુ અને ધર્મ પ્રત્યે અપ્રીતિ થાય, ક્યારેક દાતાને પોતાનો વાર્તાલાપ બંધ ન કરવો હોય, તેમાં વ્યસ્ત હોય તો પોતાની પાસે પાત્ર હોવા છતાં આપવાની ‘ના’ પાડી દે ઇત્યાદિ દોષોની સંભાવના રહે છે માટે અહીં તેનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
છે
જો સાધુ આવ્યા છે તેવું જાણી, ભક્તિવાન ગૃહસ્થ સ્વયં વાતચીત બંધ કરી સાધુ પાસે આવે તો વિવેકપૂર્વક તેની પાસે યાચના કરી શકે છે પણ પોતે ગૃહસ્થને વાતચીતમાંથી(પરિષદમાંથી) ઉઠાડે નહીં. તેવો આ સૂત્રનો આશય છે.
પાત્ર માટે નિવાસ કરવો -
४० जे भिक्खू पडिग्गह-णीसाए उडुबद्धं वसइ, वसंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ઋતુબદ્ધકાળ અર્થાત્ શેષકાળમાં માસકલ્પ રહે કે રહેનારનું અનુમોદન કરે,
|४१ जे भिक्खू पडिग्गह-णीसाए वासावासं वसइ, वसंतं वा साइज्जइ । तं