________________
ઉદ્દેશક-૧૪
૨૧૩ ]
છે– (૧) પાત્રમાં કરોળિયા વગેરે ત્રસ જીવો હોય (૨) ધાન્ય કે બીજ હોય (૩) કંદ-મૂળ આદિ વનસ્પતિ હોય (૪) કાચું-મીઠું વગેરે સચિત્ત પૃથ્વીકાય હોય તો તે લેવું નહીં. (૫) સચિત્ત પાણી હોય (દ) માટીના પાત્રમાં અગ્નિના અંગારા હોય આદિ કોઈ પણ જીવ હોય, તો તે પાત્ર લેવું નહીં.
પાત્રમાં રહેલા ત્રસજીવાદિને પોતે કાઢીને તે પાત્ર ગ્રહણ ન કરે, તે જ રીતે ગૃહસ્થાદિ પાસે ત્રસજીવાદિ કઢાવીને તે પાત્ર ગ્રહણ ન કરે અને કોઈ ગૃહસ્થ પાત્રમાંથી સૂત્રોક્ત ત્રસજીવાદિ કાઢીને પાત્ર આપે તો પણ તે પાત્ર ગ્રહણ કરે નહીં. આ છ સૂત્રના ક્રમમાં તથા સંખ્યામાં અન્ય પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. અહીં ભાષ્ય અને ચૂર્ણ અનુસાર ક્રમ રાખ્યો છે.
કાષ્ઠ કે તુંબડાના પાત્રમાં અગ્નિ રહી ન શકે, તેથી તે સુત્રમાં માત્ર માટીના પાત્રની અપેક્ષાએ કથન સમજવું, આવા પાત્ર લેવામાં તે જીવોને સ્થાનાંતરિત કરવા પડે તથા તેઓનું સંઘઠન, સંમર્દન પણ થાય છે માટે અહીં તેવા પાત્ર લેવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ છ સૂત્રોના ક્રમમાં તથા સંખ્યામાં અન્ય પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં ભાષ્ય-ચૂર્ણિ અનુસાર પાઠ ગ્રહણ કર્યો છે. પાત્ર પર નકશી કામ કરવું:३७ जे भिक्खू पडिग्गहं कोरेइ, कोरावेइ, कोरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પાત્ર ઉપર કોતર કામ-નકશી કામ કરે, અન્ય પાસે કરાવે કે કોતરકામ કરીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રથમ ઉદ્દેશકમાં પાત્રનું મુખ ઠીક કરવાનું તથા વિષમને સમ બનાવવા રૂપ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત કથન છે. અન્ય પરિકનું પ્રાયશ્ચિત્ત આ ઉદ્દેશકમાં કહ્યું છે અને અહીં આ ૩૭મા સૂત્રમાં પાત્ર પર કોતરણી, નકશીકામ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પાત્રમાં કોતરણી કરવામાં મુખ્ય ઉદ્દેશ્ય વિભૂષાનો હોય છે અને દશવૈકાલિક આદિ સૂત્રોમાં ભિક્ષને માટે વિભુષાવૃત્તિનો નિષેધ છે. ભાષ્યકારે તેમાં “કૃષિર દોષ” કહ્યો છે. કોતરણી કરેલા સ્થાનમાં જીવ કે આહાર ભરાઈ જાય છે અને તેનું શોધન થઈ શકતું નથી, તેથી તે ક્રિયાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગ્રામાંતરાદિમાં પાત્ર માંગવા - |३८ जे भिक्खू णायगं वा अणायगं वा उवासगं वा अणुवासगं वा गामंतरंसि वा गामपहतरसि वा पडिग्गहं ओभासिय-ओभासिय जायइ, जायंत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગામાંતર(અન્ય ગામ કે ગામની મધ્યમાં)માં ગ્રામમાત્તર(માર્ગની મધ્યમાં) સ્વજન, અન્યજન, શ્રાવક કે અશ્રાવક-શ્રાવક ન હોય, તેની પાસે માંગી-માંગીને પાત્રની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માંગીને પાત્ર યાચના કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.