________________
ઉદ્દેશક-૧૫
૨૧૯
ચૂર્ણિકારના મતઅનુસાર ‘વ’ શબ્દના અનેક અર્થો :– સૂ. ૯માં ફરી આવેલા ‘વ’ શબ્દના અનેક અર્થો ચૂર્ણિકારે આ પ્રમાણેની કલ્પના કરી છે.
(૧) પ્રથમ સૂત્ર ચતુષ્કમાં બદ્ધાસ્થિક આમ્રફળ અર્થાત્ ગોઠલી બંધાય ગઈ હોય તેવા અને દ્વિતીય સૂત્ર ચતુષ્કમાં અબદ્રાસ્થિક–ગોઠલી બંધાણી ન હોય તેવા આમ્રફળનું કથન છે.
(૨) પ્રથમ ચતુષ્કમાં અખંડિત અને દ્વિતીય ચતુષ્કમાં ખંડિત આમ્રફળનું કથન છે.
(૩) પ્રથમ ચતુષ્કમાં સામાન્ય અને દ્વિતીય ચતુષ્કમાં વિશિષ્ટ કથન છે.
આ સૂત્રોમાં સચિત્ત અને સચિત્ત પ્રતિષ્ઠિત(ગોઠલી યુક્ત) આમ્રફળ અને આમ્રના વિભાગોને ખાવા અને ચૂસવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અર્થાપત્તિ ન્યાયે અચિત્ત અને ગોઠલી રહિત આમ્રફળ ખાવા ચૂસવાનું પ્રાયશ્ચિત્ત નથી, તેમ સમજવું જોઈએ. આમ્રવનમાં રહેવા અને આમ્રફળ ખાવા આદિનું વિશેષ વર્ણન આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ–૨, અધ્યયન-૭, ઉદ્દેશક–રમાં જુઓ.
ગૃહસ્થ દ્વારા શરીર પરિકર્મ કરાવવું:
१३ जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा अप्पणो पाए आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा, आमज्जावेंतं वा पमज्जावेंतं वा साइज्जइ एवं तइय उद्देसग गमेणं णेयव्वं जाव... जे भिक्खू गामाणुगामं दुइज्जमाणे अण्णउत्थि एण वा गारत्थिएण वा अप्पणो सीसदुवारियं कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગનું એકવાર કે વારંવાર આમર્જન કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. આ રીતે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે સર્વ(૫૪) સૂત્રો જાણવા યાવત્ જે સાધુ કે સાધ્વી વિહાર કરતાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાનું મસ્તક ઢંકાવે કે ઢંકાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
ત્રીજા ઉદ્દેશકમાં શરીર પરિકર્મ સંબંધી(૫૪) સૂત્રો છે. ત્યાં સાધુ સ્વયં નિષ્કારણ પગનું આમર્જન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે, તેમ વિધાન છે. આ ઉદ્દેશકમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી સાધુ પોતાના શરીરનું પરિકર્મ કરાવે, તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. આચા, શ્રુ. ૨, અ. ૧૩, સૂ. ૧માં ગૃહસ્થાદિ પાસે કાય પરિકર્મ કરાવવાનો નિષેધ છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આ સૂત્રોનું વિવેચન ત્રીજા ઉદ્દેશક પ્રમાણે જાણવું.
જાહેર સ્થાનોમાં પરઠવું:
१४ जे भिक्खू आगंतागारंसि वा आरामागारंसि वा गाहावइकुलंसि वा परियावसहंसि वा उच्चार- पासवणं परिद्ववेइ परिट्ठवेंतं साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાન, ગાથાપતિકુળ કે પરિવ્રાજકના આશ્રમમાં ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે,