________________
ઉદ્દેશક-૧૪
૨૦૯ ]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ‘મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે, તેમ વિચારીને ઠંડા કે ઉષ્ણ અચિત્ત પાણીથી તે પાત્રને એકવાર કે વારંવાર ધુએ કે તેમ કરનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू दुब्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेवसिएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेत वा पधोएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ‘મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે, તેમ વિચારીને રાત્રે રાખેલા ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી તે પાત્રને એકવાર કે વારંવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, १८ जे भिक्खू दुब्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा उल्लोलेतं वा उव्वलेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ‘મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે, તેમ વિચારીને તે પાત્રને લોથ્ર વગેરેનો એકવાર કે વારંવાર લેપ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू दुब्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेवसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा उल्लोलेत वा उव्वलेत वा સાફq I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી “મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે,” તેમ વિચારીને તે પાત્રને રાત્રે રાખેલા લોધ્ર વગેરેનો એકવાર કે વારંવાર લેપ કરે કે લેપ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુએ પરિકર્મ કરવું ન પડે તેવા જ પાત્રની ગવેષણા કરવી જોઈએ. જો ગવેષણા કરતાં તેવા પાત્ર ન મળે અને જૂના, દુર્ગધવાળા પાત્ર મળે તો તેને ધોવાની કે સુગંધિત કરવાની પ્રવૃત્તિ સાધુ ન કરે. સંયમ કે સ્વાથ્ય માટે તે પાત્ર આંશિક રૂપે પણ પ્રતિકૂળ ન હોય તો નિષ્કારણ અલ્પ કે અધિક પાણીથી પાત્રને ધુએ કે સુગંધિત કરે નહીં.
પાત્રને સકારણ ધોવું પડે તેમ હોય તો પણ અનેક દિવસો સુધી તેમાં પાણી ભરીને રાખે નહીં કે સુગંધિત પદાર્થને રાત્રે પાત્રમાં રાખે નહીં.
પ્રસ્તુત પ્રતમાં પાત્રને ધોવા અને લેપાદિ કરવા સંબંધી (૧૨ થી ૧૯ સુધીના) આઠ સૂત્રો ભાષ્ય અને ચૂર્ણિ આધારે ગ્રહણ કર્યા છે. ભિન્ન-ભિન્ન પ્રતોમાં આ સૂત્રોની સંખ્યા અને ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. અકલ્પનીય સ્થાનમાં પાત્ર મૂકવા :२० जे भिक्खू अणंतरहियाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ ।