________________
૨૦૪ |
શ્રી નિશીથ સત્ર
શ્રુતસ્કંધ-૨, અધ્યયન–૧, ૨, ૫, માં ક્રમશઃ પાંચ દોષ યુક્ત આહાર, મકાન, વસ્ત્ર, પાત્ર લેવાનો નિષેધ છે. તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. (૧) દ્વતઃ– ભિક્ષુ પરિગ્રહના પૂર્ણ ત્યાગી હોય છે, તેથી દશ, અ.૩, ગા. ૩માં ક્રય-વિક્રય કરવો, તેને અનાચાર કહ્યો છે. ક્રીત આદિ દોષ યુક્ત આહારાદિ ગ્રહણ કરનાર ભિક્ષુ તે પદાર્થને બનાવવામાં થનારા પાપનું અનુમોદન કરે છે. દશ., અ. ૬, ગા. ૪૮. પ્રામૃત્યઃ- (૧) સાધુ કોઈ પાસેથી પાત્ર ઉધાર લાવે પછી ગૃહસ્થ તેનું મૂલ્ય ચૂકવે (૨) કોઈ ગૃહસ્થ સાધુને માટે પાત્રાદિ ઉધાર લાવીને આપે તે પ્રાકૃત્ય કહેવાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ સાધુ સ્વયં કરે નહીં અને તેવી પ્રવૃત્તિ કરીને ગૃહસ્થ પાત્ર લાવી આપે તો તે ગ્રહણ કરે નહીં, કારણ કે તે એષણાનો દોષ છે અને તેમ ગ્રહણ કરવાથી અનેક દોષોની પરંપરા વધે છે, ધર્મની હીલના પણ થાય છે. પરિવર્તિત :- પોતાનું પાત્ર આપીને બદલામાં બીજું પાત્ર ગૃહસ્થ પાસેથી લેવું, આ પરિવર્તન (અદલાબદલી) કર્યું કહેવાય છે. તે પોતે કરવું કે કરાવવું સાધુને કલ્પતું નથી તથા ગૃહસ્થ પણ બીજા ગૃહસ્થ પાસેથી આ પ્રમાણે પાત્ર પરિવર્તન કરીને સાધુને આપે તો તેવા પાત્ર લેવા, તે પણ દોષ યુક્ત છે.
આ પ્રકારની પ્રવૃત્તિથી પરિવારના સ્વજન-પરિજન નારાજ થઈ જાય, સાધુ દ્વારા ગૃહસ્થને આપેલા પાત્ર જો ઘરે લઈ ગયા પછી ફૂટી જાય તો તેને આશંકા થઈ શકે છે કે મને સાધુએ ફૂટેલું પાત્ર આપ્યું હશે. તે પાત્રમાં આહારાદિનું સેવન કરવાથી જો કોઈ બિમાર થઈ જાય કે મરી જાય તો બ્રાન્તિથી સાધુની પ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન થઈ શકે છે, જેનાથી બીજા અનેક અનર્થો થવાની સંભાવના રહે છે. તેથી સાધુ પોતે ગૃહસ્થ પાસે પાત્રનું પરિવર્તન ન કરે તથા કોઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ આ પ્રમાણે પાત્ર પરિવર્તન કરીને આપે, તો પણ તેને ગ્રહણ ન કરે. આછિન્ન :- કોઈ બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી પાત્ર ઝૂંટવી(પડાવી) લઈને, તે પાત્ર સાધુને આપે, તો તે પાત્ર લેવું સાધુને કલ્પતું નથી. સાધુ ગૃહસ્થને કહી કોઈ પાસે ગૂંટવાવે પણ નહિ.
આ પ્રકારે પાત્ર લેવાથી, જે વ્યક્તિ પાસેથી પાત્ર ઝુંટવી લેવામાં આવે તેને દુઃખ થાય, સાધુ પ્રત્યે તેને દ્વેષ જાગે અને કોઈ સમયે તે સાધુ પાસેથી પોતાનું પાત્ર ઝૂંટવી પણ લે અથવા સાધુ પાસે રહેલા પાત્રને ફોડી નાખે, સાધુને હેરાન કરે વગેરે દોષોની સંભાવના છે. અનિષ્ટ - કોઈ પાત્રના અનેક માલિક હોય, તેમાંથી એક ભાગીદારની દેવાની ઇચ્છા હોય અને બીજા ભાગીદારોની દેવાની ઇચ્છા ન હોય અને તેની અનુમતિ લીધા વિના કોઈ ગૃહસ્થ સાધુને તે પાત્ર આપે તો તે અનિસુષ્ટ દોષ કહેવાય છે તેમજ કોઈ નોકર, માલિકની ઇચ્છા વિના પાત્ર આપે તો પણ તે પાત્ર અનિસૃષ્ટ દોષ યુક્ત કહેવાય.
સાધુ અનિવૃષ્ટ પાત્ર ગ્રહણ કરે તો એવા પાત્ર ગ્રહણ કર્યા પછી ક્લેશની વૃદ્ધિ થવાની સંભાવના રહે, જે ભાગીદારોને પાત્ર દેવાની ઇચ્છા ન હોય તે ભાગીદારો અન્ય ભાગીદાર દ્વારા અપાયેલા પાત્રને સાધુ પાસેથી પાછું માંગે અથવા ઝૂંટવી લે, અન્ય ઉપસર્ગ કરે અને ભવિષ્યમાં પાત્રાદિની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. અભિહત - ગૃહસ્થ પોતાના ઘરે કે અન્ય સ્થાનેથી ઉપાશ્રયમાં પાત્ર લાવી સાધુને આપે તો તે અભિહત કહેવાય છે અથવા કોઈ ગામ કે સ્થાનેથી સાધુ માટે પાત્ર લાવી પોતાના ઘરમાં રાખે તો તે અભિહત દોષ યુક્ત પાત્ર કહેવાય છે.