________________
ઉદ્દેશક-૧૪
.
૨૦૩ |
૭ ચૌદમો ઉદેશક - VE/El/૮ ૪૧ લઘુચમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન VIEWS/
પાત્રને ખરીદવા આદિ - | १ जे भिक्खू पडिग्गह किणेइ, किणावेइ, कीयमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને ખરીદે, ખરીદાવે કે ખરીદી લાવીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू पडिग्गहं पामिच्चेइ, पामिच्चावेइ, पामिच्चमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર ઉધાર લે, ઉધાર લેવડાવે કે ઉધાર લાવીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू पडिग्गहं परियट्टेइ, परियट्टावेइ, परियट्टियमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના પાત્રની અદલાબદલી કરે, કરાવે કે અદલાબદલી કરીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |४ जे भिक्खू पडिग्गहं आच्छिज्जं अणिसिटुं, अभिहडमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્ય કોઈ પાસેથી ઝુંટવી લઈને આપવામાં આવતા, બે માલિક હોય તેમાંથી એકની ઇચ્છા વિના અપાતા અને ઉપાશ્રયમાં સામે લાવીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત ચાર સૂત્રોમાં પાત્ર સંબંધી એષણા સમિતિના છ ઉદ્ગમ દોષોનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. તે છ દોષો આ પ્રમાણે છે– (૧) ક્રીત- ખરીદેલા પાત્ર, (૨) પ્રામૃત્ય-ઉધાર લાવેલા, (૩) પરિવર્તિતબદલેલા પાત્ર, (૪) આચ્છિન્ન-કોઈ પાસેથી ઝૂંટવી લીધેલા પાત્ર, (૫) અનિસૃષ્ટ–ભાગીદારની આજ્ઞા વિના લાવેલા પાત્ર, (૬) અભિહત–ઉપાશ્રયમાં સામેથી લાવી અપાતા પાત્ર.
દશવૈકાલિક અધ્યયન-૩માં ક્રીત અને અભિહત આ બે દોષને અનાચાર કહ્યા છે. પરિવર્તિત દોષ સિવાય શેષ પાંચ દોષોને દશાશ્રુતસ્કંધ સૂત્ર, દશા–રમાં શબલ દોષ કહ્યા છે. આચારાંગ સૂત્ર,