________________
[ ૨૦૨]
શ્રી નિશીથ સૂત્ર
ચૌદમો ઉદેશક પરિચય છRORDRORORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૪૧ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
પાત્ર ખરીદવા કે ખરીદી કરીને લાવેલા પાત્ર લેવા, પાત્ર ઉધાર લેવા કે ઉધાર લાવેલા પાત્ર લેવા, પાત્રનું પરિવર્તન કરવું કે પરિવર્તન કરીને લાવેલા પાત્ર લેવા, ઝૂંટવીને લાવેલા પાત્ર, ભાગીદારની આજ્ઞા વિના લાવેલા પાત્ર કે સામે લાવેલા પાત્ર લેવા, આચાર્યની આજ્ઞા વિના કોઈને વધુ લાવેલા પાત્ર દેવા, અવિકલાંગને કે સમર્થને અધિક પાત્ર દેવા કે પાત્ર ન દેવા, ઉપયોગમાં ન આવવા યોગ્ય પાત્રને રાખવા અને ઉપયોગમાં આવવા યોગ્ય પાત્રને છોડી દેવા, સુંદર પાત્રને વિરૂપ અને વિરૂપ પાત્રને સુંદર કરવા, જૂના પાત્રને કે દુર્ગધ યુક્ત પાત્રને વારંવાર ધોવા, કલ્કાદિ લગાવવી, અનેક દિવસો સુધી પાત્રામાં પાણી આદિ ભરીને રાત્રે રાખવા; વિવિધ સચિત્ત સ્થાન, ત્રસ જીવ યુક્ત સ્થાન, અંતરિક્ષ જાત સ્થાન પર પાત્ર સૂકવવા મૂકવા, પાત્રમાં ત્રસ જીવ, ધાન્ય, બીજ, કંદાદિ, પૃથ્વી, પાણી કે અગ્નિ હોય તેને કાઢીને પાત્ર આપવા, તે પાત્ર લેવા, પાત્ર પર કોતરણી કરવી કે કોતરણીવાળા પાત્ર લેવા, માર્ગમાં ચાલનારા કે કોઈની સાથે ચર્ચા-વિચારણા કરી રહેલા ગૃહસ્થો પાસેથી પાત્રની યાચના કરવી, પાત્રને માટે જ માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહવું ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના સર્વ સૂત્રોમાં પાત્ર સંબંધી પ્રાયશ્ચિત્તનું જ વિધાન છે, તે આ ઉદ્દેશકની વિશેષતા છે.