________________
ઉદ્દેશક-૧૩
| ૨૦૧ |
વવો. યોગપિંડ- એક બીજા પદાર્થનો યોગ કરી, લેપ તૈયાર કરી, તેના પ્રયોગથી આહાર મેળવવો. અંતર્ધાનપિંડ- અદશ્ય રહી આહાર ગ્રહણ કરવો.
સુત્રોક્ત આ દોષ સ્થાનોના સેવનમાં દીનવૃત્તિનું સેવન થાય છે. જ્યારે સાધુની ભિક્ષા અદીન વૃત્તિવાળી હોય છે તથા એષણા સમિતિ પૂર્વક પ્રાપ્ત કરવાની હોય છે, માટે ભિક્ષ પ્રસ્તુત સૂત્રોમાં કહેલા ઉત્પાદન દોષ યુક્ત આહાર ગ્રહણ ન કરે.
નિર્યુક્તિકારે ઉત્પાદનના સોળમા “મૂળકર્મ' નામના દોષનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અગિયારમા પૂર્વપશ્ચાતુસંસ્તવ દોષનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત છે, તે સિવાયના શેષ ચૌદ દોષોનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આ સૂત્રોમાં દર્શાવ્યું છે.
પ્રસ્તુત ઉદ્દેશકના ૭૯ સૂત્રોમાં ૭૯ લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
તેરમો ઉદ્દેશક સંપૂર્ણ