________________
૨૦૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મંત્રપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७७ जे भिक्खू चुण्णपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ચૂર્ણપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७८ जे भिक्खू जोगपिंड भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી યોગપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७९ जे भिक्खू अंतद्धाणपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અંતર્ધાનપિંડ(અદશ્ય થઈ ગ્રહણ કરાતો આહાર) ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકમાં વર્ણિત ૭૯ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દૂષિત પ્રવૃત્તિઓ કરી દૂષિત આહાર મેળવવો તેને ઉત્પાદન દોષ કહેવાય છે. પિંડનિયુકિતમાં ઉત્પાદનના સોળ દોષ બતાવ્યા છે. તેમાંથી ચૌદ દોષોનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે અને “અંતર્ધાનપિંડ સૂત્રનું અધિક કથન છે. ધાતૃપિંડ – ધાવમાતા જેવા કાર્ય કરી આહાર પ્રાપ્ત કરે અને તે આહારને મુંગ – ભોગવે.
ધાવમાતાના પાંચ કાર્ય છે– (૧) બાળકને દૂધ પીવડાવવું (૨) સ્નાન કરાવવું (૩) વસ્ત્રાભૂષણ પહેરાવવા (૪) ભોજન કરાવવું તથા (૫) ખોળામાં બેસાડી, તેડીને રમાડવા. ગૃહસ્થના બાળકોને રમાડવા, સ્નાન કરાવવા, જેવા ધાવમાતાના કામ કરી આહાર મેળવે તો ધાતૃપિંડ કહેવાય છે.
દૂતપિંડ- સમાચારોનું આદાન-પ્રદાન કરવા જેવા દૂતના કાર્ય કરી આહાર પ્રાપ્ત કરે. નિમિત્તપિંડ- ત્રણ કાળનું નિમિત્ત કથન કરી આહાર મેળવે. આજીવિકાપિંડ- જાતિકુળનો પરિચય આપીને અથવા પોતાના ગુણો પ્રગટ કરી આહાર મેળવે. વનીપકપિંડ- દાન ફળનું કથન કરીને અથવા દાતાને આશીર્વચન કહી ભિખારીની જેમ દીનતાપૂર્વક આહાર મેળવવો. ચિકિત્સાપિંડ- ગૃહસ્થ પૂછે કે ન પૂછે, પરંતુ રોગ માટેના ઔષધ પ્રયોગ બતાવી આહાર પ્રાપ્ત કરે. કોપપિંડ- ક્રોધિત બની આહાર લેવો અથવા શ્રાપ આપવાનો ભય બતાવી આહાર લેવો. માનપિંડ-કોઈ ભિક્ષા આપવાની ના પાડે ત્યારે
ભિક્ષા લઈને જ રહીશ” તેમ અભિમાન યુક્ત કથન કરી, બુદ્ધિ પ્રયોગથી ઘરના અન્ય સભ્યો પાસેથી ભિક્ષા પ્રાપ્ત કરવી. માયાપિંડ- રૂપ પરિવર્તન કરી, છલપૂર્વક આહાર પ્રાપ્ત કરવો. લોભપિંડ- ઇચ્છિત વસ્તુ મળે તો અવિવેકી બની અતિમાત્રામાં આહાર પ્રાપ્ત કરે અથવા ઇચ્છિત વસ્તુ ન મળે ત્યાં સુધી ભ્રમણ કરીને ઇચ્છિત વસ્તુ મેળવે.વિદ્યાપિંડ-વિદ્યા પ્રયોગથી આહાર મેળવવો. મંત્રપિંડ-મંત્ર પ્રયોગથી આહાર મેળવવો. ચૂર્ણપિંડ- ચૂર્ણ પ્રયોગથી અર્થાત્ આંખમાં અંજન વગેરેનો પ્રયોગ કરી આહાર મેળ