________________
ઉદ્દેશક-૧૪
૨૦૫ |
અભિહત પાત્ર ગ્રહણ કરવાથી પાત્ર લાવતાં માર્ગમાં થતી હિંસાનું અનુમોદન થાય છે. માટે સામે લાવેલા પાત્ર સાધુએ લેવા ન જોઈએ. લાવનાર વ્યક્તિ આધાકર્મ, ક્રીત આદિ દોષ યુક્ત પાત્ર લઈ આવે તો અભિહત દોષ સાથે તેને અન્ય દોષો પણ લાગે છે.
આ છ ઉદ્દગમના દોષ જાણી, તેનો ત્યાગ કરવો જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં તે દોષ યુક્ત પાત્ર ગ્રહણ કરે તો તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. આચાર્યના ઉદ્દેશથી લાવેલા પાત્ર અન્યને આપવા :| ५ जे भिक्खू अइरेगपडिग्गहं गणिं उद्दिसिय, गणिं समुद्दिसिय, तं गणिं अणापुच्छिय अणामतिय अण्णमण्णस्स वियरइ, वियरत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યના ઉદ્દેશથી કે સમુદેશથી અધિક પાત્ર ગ્રહણ કરી આચાર્યને પૂછ્યા વિના, આચાર્યને નિમંત્રણ આપ્યા વિના અન્ય સાધુને આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આચાર્યાદિના નિમિત્તે વધુ લાવેલા પાત્ર અન્ય કોઈને આપવાનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
લાકડાના પાત્ર જ્યાં સુલભ હોય તે બાજુ વિચરણ કરીને કોઈ ભિક્ષુ આચાર્યની પાસે આવી રહ્યા હોય અથવા પાત્ર સુલભ હોય તે ક્ષેત્રમાં જઈ રહ્યા હોય, તેઓની સાથે આચાર્યો ગચ્છની આવશ્યકતા પ્રમાણે વધારાના પાત્ર મંગાવ્યા હોય અને ક્યારેક અત્યંત આવશ્યક હોય, તો પાત્ર લેવાને માટે જ ભિક્ષુઓને મોકલ્યા હોય. ત્યારે તે સાધુ જેટલા પાત્ર મંગાવ્યા હોય તેનાથી અધિક મળી જાય અને યોગ્ય હોય, તો તે વધુ પાત્ર લાવી શકે છે, પરંતુ આચાર્યની આજ્ઞા વિના કોઈને દેવા કલ્પતા નથી. જતાં સમયે માર્ગમાં કોઈ અન્ય ભિક્ષુ મળી જાય અને કહે કે બીજા વધારે પાત્ર મળતા હોય તો મારા માટે પણ લેતા આવજો, તે સમયે જો આચાર્ય નિકટ હોય તો તેઓની આજ્ઞા લઈને જ લાવવા જોઈએ. જો આચાર્ય દૂર હોય તો આજ્ઞા વિના પણ લાવી શકાય છે, પરંતુ લાવ્યા પછી આચાર્યની આજ્ઞા લઈને જ મંગાવનારને આપી શકાય છે. આચાર્યને દેખાડ્યા વિના કોઈને આપે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
ભાષ્યકારે એ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે માર્ગમાં કોઈ સાધુની વિશેષ પરિસ્થિતિ જોઈને પાત્ર આપવા જરૂરી જણાય તો ગીતાર્થ સાધુ સ્વયં પણ નિર્ણય કરીને પાત્ર આપી શકે છે અને ત્યાર પછી આચાર્યને પાત્ર દીધાની જાણકારી આપે છે.
એક ગચ્છમાં અનેક આચાર્ય, અનેક વાચનાચાર્ય, પ્રવ્રજયાચાર્ય આદિ હોય તો સામાન્ય રૂપથી આચાર્યનો નિર્દેશ કરીને પાત્ર લાવવા તે “ઉદેશ” છે તથા કોઈ ચોક્કસ આચાર્યનું નામ નિર્દેશ કરીને પાત્ર લાવવા તે “સમુદેશ” છે, વધુ લાવેલા પાત્ર આચાર્યની સેવામાં સમર્પિત કરવા અને પાત્ર ગ્રહણ કરવા આમંત્રણ કરવું તે નિમંત્રણ છે. બીજા કોઈને આપવા હોય તો તેને માટે આજ્ઞા પ્રાપ્ત કરવી તે પૃચ્છના છે. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૮ સૂ. ૧૬માં આ પ્રકારના અધિક પાત્ર દૂરના ક્ષેત્રથી લાવવાનો કલ્પ બતાવ્યો છે. ત્યાં એક બીજાને માટે પાત્ર લાવવાનું સામાન્ય વિધાન છે. તેની સાથે જ ગણીને, પૂછયા વિના કે નિમંત્રણ આપ્યા વિના, કોઈને પાત્ર દેવાનો નિષેધ પણ કર્યો છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.