________________
૧૯૮ |
શ્રી નિશીથ સૂત્ર
શિષ્ય આદાન-પ્રદાન કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. અહીં તે પાંચ ઉપરાંત કાથિક, પ્રેક્ષણિક મામક અને સંપ્રસારિક આ ચારના નામ વિશેષ છે. પાર્થસ્થ આદિની વ્યાખ્યાઓઃ- (૧) પાર્થસ્થ– જેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રની સમીપે છે પરંતુ તેમાં ઉધમ ન કરે તે. (૨) કશીલ- શીલ એટલે આચાર અને અશીલ એટલે અનાચાર. અનાચારનું કે આગમમાં નિષિદ્ધ આચારોનું જે સેવન કરે તે કુશીલ કહેવાય છે. (૩) અવન- સમાચારીથી વિપરીત વર્તન કરે તે. (૪) સંસક્ત જેની સાથે રહે તેના જેવા આચાર કે અનાચારનું સેવન કરે તે. (૫) નિત્યક- કલ્પ પ્રમાણે વિહાર ન કરે તે. () કાથિક- સ્વાધ્યાય વગેરે આવશ્યક કાર્ય ન કરતાં વિકથાઓમાં સમય વ્યતીત કરે છે અથવા ધર્મકથા તો કરે પરંતુ આહાર, વસ્ત્ર, પાત્ર, યશ, પ્રતિષ્ઠા માટે કરે તો તે પણ કાથિક કહેવાય છે તથા જો સ્વાધ્યાય પ્રતિલેખનાદિ સંયમ કાર્ય છોડી સદા ધર્મકથા કરતો રહે, તો તે પણ કાથિક છે. (૭) પ્રેક્ષણિક- સંયમ અને જિનાજ્ઞાની ઉપેક્ષા કરીને જે નાટક, નૃત્ય કે દર્શનીય સ્થળ વગેરેનું પ્રેક્ષણ કરતા રહે તે. (૮) મામક- (૧) જે સાધુ આહારમાં મમત્વ આસક્તિ રાખી સંવિભાગ ન કરે, (૨) જે સાધુ ઉપધિમાં આસક્તિ રાખી ઉપધિને કોઈનો હાથ લગાડવા ન દે, (૩) જે સાધુ શરીર પર મમત્વ રાખી પરીષહ સહન કરવાની ભાવના ન રાખે, (૪) જે સાધુ ભૂમિ પર મમત્વ રાખી અન્યને તે ભૂમિ પર બેસવા ન દે, (૫) જે સાધુ ગુરુ ધારણા કરાવીને “આ શ્રાવક મારા છે” તેમજ “આ ઘરો કે આ ગામો મારા છે', તેવી ચિત્તવૃત્તિ રાખે, (૬) જે સાધુ આહાર, શરીર, ઉપધિ, શ્રાવક વગેરેને મારા છે, મારા છે તેમ મારું-મારું કર્યા કરે, નિઃસ્પૃહ ભાવે ન રહે. આ સર્વ પ્રકારે જે મમત્વ કરનારા હોય છે તે મામક કહેવાય છે. (૯) સંપ્રસારિક- ગૃહસ્થના કાર્યમાં ઓછો કે વધુ સહ્યોગ દેનારા સંપ્રસારિક કહેવાય છે. ગૃહસ્થના સાંસારિક કાર્યમાં પ્રવૃત્ત રહેનારા, ગૃહસ્થના પૂછવા પર અથવા વગર પૂછ્યું પણ તેમને વિદેશ ગમન, વિદેશથી આગમન, વ્યાપાર પ્રારંભ, વિવાહ કાર્ય વગેરેના મુહૂર્તો કાઢી આપે; વ્યાપારિક પ્રવૃત્તિ માટે ભવિષ્ય બતાવે; આ પ્રકારના ગૃહસ્થ સંબંધી કાર્ય કરે, તે સંપ્રસારિક કહેવાય છે.
સંક્ષેપમાં આગમોક્ત આચારનું યથાવત્ પાલન ન કરનાર પાર્થસ્થ વગેરેને વંદન પણ ન કરવા અને તેની પ્રશંસા પણ ન કરવી.
मूलगुण उत्तरगुणे, संथरमाणा वि जे पमाएंत्ति ।
તે દોંત અવજ્ઞા , તદ્દાવારોવા વરો ! –ભાષ્ય ગાથા-૪૩૬૭. અર્થ - સશક્ત, સ્વસ્થ સાધુ નિષ્કારણ મૂળગુણ–ઉત્તરગુણમાં પ્રમાદ કરે, દોષ લગાડે, પાર્થસ્થ સ્થાનોનું સેવન કરે તે અવંદનીય છે અને તે તત્સંબંધી ચૌમાસી આદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. જે પરિસ્થિતિવશ મૂળ-ઉત્તરગુણમાં દોષ લગાડે તો તે અવંદનીય નથી.
અવંદનીય હોવા છતાં તેનામાં બુદ્ધિ, નમ્રતા, દાનરુચિ, ભક્તિ, ભાષાની મધુરતાદિ ગુણો હોઈ શકે પરંતુ સંયમમાં ઉધમ કરતાં ન હોવાના કારણે તેના તે ગુણોની પ્રશંસા કરવી ન જોઈએ, તેની પ્રશંસા કરવાથી તેવા પ્રમાદ સ્થાનોની પુષ્ટિ થાય છે.
મોક્ષ માર્ગના મૌલિક ગુણો વિનાના વ્યવહારિક ગુણો ભવ પરંપરાનો અંત કરનારા નથી, માટે તેવી વ્યક્તિના વ્યવહારિક ગુણોની પ્રશંસા કરવી યોગ્ય નથી તેથી જ અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અવંદનીય પાર્થસ્થ વગેરેની વંદન કે પ્રશંસા ન કરવી પરંતુ દીક્ષા, પર્યાય, પરિષદ, પુરુષ જ્યેષ્ઠતા, વગેરેને લક્ષ્યમાં રાખી “મર્થીએણ વંદામિ” બોલી, હાથ જોડવા, મસ્તક ઝુકાવવું, શાતા પૂછવા