________________
૧૯૬ ]
શ્રી નિશીથ સૂત્ર
४६ जे भिक्खू आरोगियपडिकम्मं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આરોગ્ય પરિકર્મ–રોગ વિના ઔષધ ઉપચાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
અહીં ચોથા સૂત્રમાં રોગ ન હોવા છતાં ઔષધ-ઉપચાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ જ આશયથી વમન, વિરેચનના ત્રણ સૂત્ર પણ સમજવા જોઈએ અર્થાત્ કોઈ કારણ વિના કે રોગ વિના વમન, વિરેચન ઔષધ પ્રયોગ કરવો ન જોઈએ, તે જ ચારે ય સૂત્રોનો સાર છે. રોગ વિના ઉપચાર કરવાથી શરીર-સંસ્કારની ભાવના વધે છે અને સંયમની ભાવના ઘટે છે.
ભાષ્યકારે ગાથા-૪૩૩૭માં કહ્યું છે કે જો કોઈને એમ જાણ થઈ હોય કે મને અમુક સમયે અમુક રોગ થાય છે અને અમુક ઔષધ લેવાથી તે રોગ થતો નથી. તો અધિક હાનિ કે દોષોથી બચવાને માટે રોગની પૂર્વે ઔષધ પ્રયોગ કરવો, તે સપ્રયોજન છે તથા લાભદાયક છે. જો કે ઉત્તરાધ્યયન સુત્રમાં ઔષધ સેવનનો નિષેધ છે છતાં પણ અલ્પ શક્તિવાળો સાધક રોગ આવે ત્યારે નિર્વધ ચિકિત્સા કરે તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત નથી. પાર્થસ્થાદિને વંદનાદિ ક્રિયા કરવીઃ४७ जे भिक्खू पासत्थं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू पासत्थं पसंसइ, पसंसंतं साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થની પ્રશંસા કરે કે કરનારનું અનુમોદન કરે, ४९ जे भिक्खू कुसीलं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू कुसीलं पसंसइ, पसंसतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५१ जे भिक्खू ओसण्णं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસનને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५२ जे भिक्खू ओसण्णं पसंसइ, पसंसत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી અવસગ્નની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५३ जे भिक्खू संसत्तं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્તને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે,