________________
ઉદ્દેશક-૧૩
[ ૧૫ ]
४२ जे भिक्खू वसाए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્નિગ્ધ પદાર્થમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
અહીં બાર સૂત્રો દ્વારા બાર પદાર્થોમાં પોતાનું પ્રતિબિંબ જોવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ઉપલક્ષણથી કોઈ પણ પદાર્થમાં સાધુ પોતાનું પ્રતિબિંબ નિહાળે તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
ભાષ્ય, ચુર્ણિ બંને વ્યાખ્યાઓમાં બાર સૂત્રો હોવાનું સ્પષ્ટ થાય છે. તેમ છતાં કેટલીક પ્રતોમાં અગિયાર સૂત્રો જ મળે છે. તેમાં આભરણનું સૂત્ર ક્યારેક છૂટી ગયું હોય તેમ જણાય છે. ભાષ્યમાં સૂત્રગત શબ્દોનો સંગ્રહ આ પ્રમાણે છે
दप्पण मणि आभरणे, सत्थुदए भायणऽन्नतरए वा
तेल महु सप्पि फाणिय, मज्ज वसा सुत्तमादिसु ॥४३१८॥ અર્થ :- દર્પણ, મણિ, આભૂષણ, શસ્ત્ર, ઉદક-પાણી, ભાજન, તેલ, મધુ, ઘી, ગોળ, મધ, વસા આદિના બાર સૂત્રોથી પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ઉપરોક્ત વસ્તુઓમાંથી ઘી વગેરે કેટલીક વસ્તુ એવી છે કે જે સાધુને ભિક્ષામાં પ્રાપ્ત થાય છે અને તલવાર વગેરે કેટલીક વસ્તુ એવી છે કે જે ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશે ત્યારે તે પદાર્થોનો સંયોગ સંભવે છે. પોતાના પ્રતિબિંબ જોવાના દોષો :- શ્રી દશ. સુત્ર, અ. ૩માં દર્પણ આદિમાં પોતાના પ્રતિબિંબ જોવાને અનાચાર કહ્યો છે. વ્યાખ્યાકારે દર્પણાદિમાં પોતાના મુખને જોવામાં અનેક દોષોની સંભાવના બતાવી છે– રૂપનું અભિમાન થાય, રૂપને નિહાળતા વિષયેચ્છા જાગૃત થાય, વિરૂપતા નિહાળી નિદાન કરે, શરીર બકુશ બની જાય, હર્ષ-વિષાદ કરે, સાધુની એવી પ્રવૃત્તિની જાણ થતાં લોકોમાં સાધુની તથા શાસનની નિંદા થાય માટે સાધુ સુત્રોક્ત પદાર્થોમાં કે તેવા અન્ય સ્થાને પોતાનું પ્રતિબિંબ જોવાનો સંકલ્પ ન કરે, પરંતુ આત્મ ભાવમાં લીન રહીને સંયમ અને જિનાજ્ઞાનું પાલન કરે. વમન, વિરેચનાદિ ક્રિયા:४३ जे भिक्खू वमणं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू विरेयणं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિરેચન કરે કે કરનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू वमण-विरेयणं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વમન-વિરેચન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,