________________
[ ૧૯૨]
શ્રી નિશીથ સૂત્ર
છે. સત્ય સ્વપ્નોમાં ૭ર શ્રેષ્ઠ સ્વપ્ન હોય છે. જે તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, નારદ, ચરમ શરીરી, મોટા રાજા વગેરેની માતા જુએ છે.
સામાન્ય વ્યક્તિઓ સેંકડો પ્રકારના સ્વપ્ન જુએ છે. આ સ્વપ્નનું શુભાશુભ ફળ બતાવવું સાધુને કલ્પતું નથી, કારણ કે તે બતાવતાં ક્યારેક સત્ય અને ક્યારેક અસત્ય નીકળે છે. સત્ય અને અસત્ય બંને પરિણામો સંયમ માટે હાનિકારક નીવડે છે માટે સાધુને તેમ કરવાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિજ્ઞાન - વિદ્યા-મંત્ર. જે મંત્રની અધિષ્ઠાયિકા દેવી હોય તે “વિદ્યા' કહેવાય છે અને જે મંત્રના અધિષ્ઠાયક દેવ હોય તે “મંત્ર' કહેવાય છે, વિશિષ્ટ સાધનાથી સિદ્ધ થાય તે વિદ્યા અને કેવળ જાપ કરવાથી જે સિદ્ધ થાય તે “મંત્ર” કહેવાય છે. નોન :- યોગ. વશીકરણ, પાદલેપ, અંતર્ધાન થવું આદિ ‘યોગ” કહેવાય છે. યોગ વિદ્યા યુક્ત પણ હોય છે અને વિદ્યા વિના પણ હોય છે.
કૌતુક કર્મ આદિ કરનાર સાધુ સાધુતાથી ભ્રષ્ટ થાય છે, તેથી કૌતુક કર્માદિ કરે છે, તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થને માગદિ બતાવવા :| २८ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा णट्ठाणं मूढाणं विप्परियासियाणं, मग्गं वा पवेएइ, संधि वा पवेएइ, मग्गाओ वा संधि पवेएइ, संधीओ वा मग्गं પવે, પણ વા સાફા | ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી માર્ગ ભૂલેલા, દિશા મૂઢ બનેલા કે વિપર્યાસ–વિપરીત ભાવને પ્રાપ્ત અન્ય તીર્થિકોને અથવા ગૃહસ્થોને માર્ગ દેખાડે છે કે માર્ગની સંધિ બતાવે છે– બે રસ્તા ભેગા થતા હોય તે માર્ગથી સંધિ બતાવે છે કે સંધિથી માર્ગ બતાવે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થાદિને માર્ગ વગેરે બતાવવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સંધઃ- બે કે બેથી વધુ અનેક માર્ગોને મળવાનું સ્થાન અથવા અનેક માર્ગનું ઉદ્ગમ સ્થાન મFITો વા સંf – માર્ગથી સંધિ સ્થાન કેટલું દૂર છે, ક્યાં છે તે બતાવવું અર્થાત્ રસ્તો ક્યાં મળશે,
ક્યાં છૂટો પડશે આદિ કહેવું. સંબો વા મi – સંધિ સ્થાનથી ગંતવ્ય માર્ગ બતાવવો, તેની દિશા બતાવવી.
આચા., શ્રુ.૨, અ.૩, ઉ.૩, સૂ. ૧૦-૧૧માં કહ્યું છે કે વિહારમાં ચાલતા ભિક્ષુને કોઈ ગૃહસ્થ પૂછે કે અહીંથી અમુક ગામ કેટલું દૂર છે કે અમુક ગામનો માર્ગ કેટલો દૂર છે? ત્યારે ભિક્ષુ તેનો ઉત્તર ન આપે, પરંતુ મૌન રહે અથવા સાંભળ્યું ન સાંભળ્યું કરીને આગળ ગમન કરે તથા જાણતા હોવા છતાં “હું નથી જાણતો” અથવા “હું જાણું છું પણ કહીશ નહીં” એમ પણ ન કહે. કેવળ ઉપેક્ષા ભાવ રાખીને મૌન રહે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.