________________
ઉદ્દેશક-૧૩
[ ૧૭ ]
માર્ગ બતાવવાના દોષો – સાધુના કહેવામાં ભૂલ થઈ જાય કે ક્યારેક સાંભળનારને સમજવામાં ભૂલ થઈ જાય, બીજા રસ્તે ચાલ્યા જાય કે માર્ગ લાંબો નીકળે, ગરમીના સમયે મધ્યાહ્ન થઈ જાય કે રાત્રિ થઈ જાય, ભૂખ-તરસથી વ્યાકુળ બની જાય, વિકટ માર્ગમાં ચાલ્યો જાય, ચોર-લૂંટારા મળે, જંગલી પ્રાણી મળી જાય, ઇત્યાદિ દોષોની સંભાવના રહે છે. આવી પરિસ્થિતિમાં તે ગૃહસ્થ સાધુ માટે ખોટા વિકલ્પ કરી, ખોટી ધારણાઓ બાંધે, માર્ગમાં પાણી, વનસ્પતિ, ત્રસ જીવ આદિ આવે તો તેની વિરાધના થાય. ઇત્યાદિ અનેક દોષોની સંભાવના હોવાથી માર્ગ દેખાડવો પડે તો સાધુ હિતાહિતનો વિચાર કરીને વિવેક પૂર્ણ ભાષામાં દેખાડે અને તેનું યથાયોગ્ય સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરી લે. ધાતુ અને નિધિ બતાવવા :| २९ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा धाउं पवेएइ पवेएतं वा સાફwાડું ! ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને ધાતુ સંબંધી વિધિ બતાવે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा णिहिं पवेएइ, पवेएतं वा સાફw | ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને નિધિ-ખજાનો બતાવે કે બતાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
સાધુને સુવર્ણાદિ ધાતુ નિર્મિત કરવાની વિધિ અથવા પૃથ્વીના પેટાળમાં રહેલી નિધિનું જ્ઞાન સ્વતઃ થઈ જાય અથવા અન્ય પાસેથી ધાતુ અને નિધિ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય તો તે જ્ઞાન ગૃહસ્થને આપવું કલ્પતું નથી. જો ગૃહસ્થને તે માહિતી આપે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. ધાતુના પ્રકાર – ધાતુના ત્રણ પ્રકાર કહ્યા છે– ૧. પાષાણ ધાતુ ૨. રસ ધાતુ અને ૩. માટી ધાતુ.
(૧) પાષાણ ધાત- પત્થર વિશેષ સાથે ઘર્ષણ કરવાથી લોખંડ વગેરે ધાતુ સુવર્ણ બને, તેને પાષાણ ધાતુ કહે છે. (૨) રસ ધાતુ- તાંબા વગેરે ધાતુ પર અમુક ધાતુના રસનું સિંચન કરવાથી તે સુવર્ણમય બની જાય છે, તેને રસ ધાતુ કહેવામાં આવે છે. (૩) માટી ધાતુ- જે માટીના સંયોગથી કે ઘર્ષણથી લોખંડ વગેરે સુવર્ણરૂપ બની જાય, તેને માટી ધાતુ કહેવામાં આવે છે. ધાતનિધિ બતાવવાના દોષો :- (૧) ગૃહસ્થને ધાતુ-નિધિ બતાવવાથી અને ગૃહસ્થ તેનો પ્રયોગ કરે તેનાથી અનેક પ્રકારની આરંભમય પ્રવૃત્તિઓની તથા પાપકાર્યોની વૃદ્ધિની સંભાવના રહે છે. (૨) એક ગુહસ્થને બતાવવા જતાં અનેકને ખબર પડે અને પાપની પરંપરા વધે. (૩) કોઈને વિધિ બતાવે અને કોઈકને ન બતાવે તો રાગ-દ્વેષની વૃદ્ધિ થાય. (૪) અંતરાયના ઉદયે કોઈને તે કાર્યમાં સફળતા ન મળે તો સાધુમાં અવિશ્વાસ વધે. (૫) નિધિ કાઢવામાં પૃથ્વીકાય અને ત્રસકાય જીવોની વિરાધનાની સંભાવના છે. (૬) નિધિ કોઈ માલિકની હોય અને સાધુ તે બતાવે તો તે માલિક સાથે કલહ થવાની સંભાવના રહે અને