________________
ઉદ્દેશક-૧૩
[ ૧૯૧ ]
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થોના સ્વપ્નનું ફળ કહે કે કહેનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा विज्जं पउंजइ, पउंजतं वा સાફw I ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે વિદ્યાનો પ્રયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण मंतं पउंजइ, पउंजतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે મંત્ર' નો પ્રયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન
કરે,
२७ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा जोगं पउंजइ, पञ्जतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે “યોગનો પ્રયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ અગિયાર સૂત્રોમાં ગૃહસ્થ માટે કૌતુકાદિ કર્મ તથા મંત્રાદિનો પ્રયોગ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. કૌતુક કર્મ :- મૃતવત્સા(મૃત બાળકને જન્મ આપનારી માતા) આદિને સ્મશાન કે ચોક(ચાર રસ્તા ભેગા થતા હોય તેવા સ્થાન) આદિમાં સ્નાન કરાવવું. સૌભાગ્ય આદિને માટે ધૂપ, હોમ આદિ કરવા, દૃષ્ટિ દોષથી રક્ષાને માટે કાજળનું તિલક કરવું વગેરે કાર્ય કૌતુક કર્મ છે. ભૂતિ કર્મ - વિદ્યા દ્વારા અભિમંત્રિત રાખની રક્ષા પોટલી બનાવવી કે શરીર પર ભસ્મનું લેપન કરવું.
સાં - મંત્ર કે વિદ્યા બળથી દર્પણ આદિમાં દેવતાનું આહ્વાન કરવું અને પ્રશ્ન પૂછવો. સિT-સિM - મંત્ર કે વિદ્યાના બળથી સ્વપ્નમાં દેવતાના આહ્વાન દ્વારા જાણેલા શુભાશુભ ફળ નું કથન કરવું. તયં નિમિત્ત :- વર્તમાન કાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ ભૂતકાળના નિમિત્ત કથનમાં દોષોની સંભાવના ઓછી રહે છે, તેથી દસમા ઉદ્દેશકમાં વર્તમાન અને ભવિષ્યના નિમિત્ત કથનનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને અહીં ભૂતકાળના નિમિત્ત કથનનું લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. નg :- પૂર્વ ભવમાં ઉપાર્જિત અંગોપાંગાદિ શુભ નામકર્મના ઉદયથી શરીર હાથ-પગ આદિમાં સામાન્ય મનુષ્યને ૩ર, બળદેવ–વાસુદેવને ૧૦૮ તથા ચક્રવર્તી કે તીર્થકરને ૧૦૦૮ લક્ષણો(ચિહ્ન) હોય છે. આ લક્ષણના આધારે શુભાશુભ ફળનું કથન કરવું. વંશ - ઉપર્યુક્ત લક્ષણ તો શરીરની સાથે ઉત્પન્ન થાય છે અને પછી ઉત્પન્ન થનારા લક્ષણોને “ વ્યંજન' કહેવાય છે, જેમ કે- તલ, મસ, અન્ય ચિન્હ આદિ. સમિષ- અર્ધ સુપ્ત અવસ્થામાં વ્યક્તિ સ્વપ્ન જુએ છે. તે સત્ય અસત્ય અને મિશ્ર ત્રણે પ્રકારના હોય