________________
૧૯૦ ]
શ્રી નિશીથ સૂત્ર
કઠોરાદિ ભાષાના પ્રયોગથી સંયમ દૂષિત થાય છે, અન્યનું અપમાન કરવું તે કષાયોત્પતિનું કારણ છે, તેનાથી કર્મબંધ થાય છે, તેથી કઠોર વચન બોલનાર સાધુ આ સૂત્રોથી પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. કૌતુકકર્મ આદિ કરવા - |१७ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा कोउगकम्मं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો અથવા ગૃહસ્થો માટે કૌતુકકર્મ કરે કે કરનારનું અનુમોદન કરે, | १८ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा भूइकम्मं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થો માટે ભૂતિકર્મ કરે કે કરનારનું અનુમોદન કરે. |१९ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा पसिणं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થો માટે (શુભાશુભ ફળ સંબંધિત) પ્રશ્નો કરે કે કરનારનું અનુમોદન કરે, २० जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा पसिणापसिणं करेइ, करेंतं વા સાઝ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થો માટે પ્રશ્નોનું નિરાકરણ કરે કે કરનારનું અનુમોદન કરે. २१ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा तीयं णिमित्तं कहेइ, कहेंतं વા લાફા ! ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થો માટે ભૂતકાળ સંબંધી નિમિત્તનું કથન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२२ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा लक्खणं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોના લક્ષણોનું ફળ કહે કે કહેનારનું અનુમોદન કરે, | २३ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा वंजणं कहेइ, कहेत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થોના વ્યંજન(તલ, મસાદિ)ના ફળનું કથન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा सुमिणं कहेइ, कहेंतं वा સારૂગડું !