________________
ઉદ્દેશક-૧૩
[ ૧૮૯ ]
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને શિલ્પ, ગુણકીર્તન કે પદ્યરચના, કળા, ધુત, જુગાર, પાસા રમવાની કળા, યુદ્ધકળા, ગુણ વર્ણનરૂપ કાવ્યકળા કે ગુણ વર્ણનરૂપ કથા-સ્તુતિ કળા શીખવાડે કે શીખડાવનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આ સૂત્રમાં શિલ્પાદિ કેટલીક કળાના નામનો ઉલ્લેખ છે. ઉપલક્ષણથી ૭૨ કળા ગૃહસ્થને કે અન્યતીર્થિકને શીખડાવવી, તે સાધુનો આચાર નથી.
આ કળાઓ શીખડાવવાથી ગૃહસ્થના કાર્ય કે સાવધકાર્યની પ્રેરણા તેમજ અનુમોદના થાય છે, ગૃહસ્થ પ્રત્યેના રાગની વૃદ્ધિ થાય છે, સ્વાધ્યાય ધ્યાનાદિ સંયમ યોગોમાં અલના થાય છે માટે સાધુ ગૃહસ્થને સાંસારિક કળાઓ શીખવાડે નહિ. ગૃહસ્થાદિને કઠોર વચનાદિ કહેવાઃ|१३ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा आगाढं वयइ, वयंत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને આવેશ યુક્ત(ક્રોધયુક્ત) વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा फरुसं वयइ, वयंतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, |१५ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा आगाढं फरुसं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને ક્રોધયુક્ત કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा अण्णयरीए अच्चासायणाए अच्चासाएइ, अच्चासाएत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની કોઈ પણ પ્રકારની આશાતના કરે કે કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
સાધુને કિંચિત્ માત્ર કઠોર ભાષા બોલવી કલ્પતી નથી. પરુષ(કઠોર) વચન બોલવાનું નિશીથ સૂત્ર, ઉ. ૨, સૂ. ૧૯માં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ઉદ્દેશક–૧૦માં આચાર્ય અથવા રત્નાધિકને કઠોર વચન કહેવા આદિનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુત સૂત્રોમાં કોઈ પણ ગૃહસ્થને કઠોર શબ્દ કહેવાથી અથવા બીજા કોઈ પ્રકારથી તેઓની આશાતના કે અવહેલના કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આગાઢ આદિ શબ્દોની વ્યાખ્યા માટે દસમાં ઉદ્દેશકમાં જુઓ.