________________
૧૮૮ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી દુર્બધિત, અસ્થિર, કંપિત, ડગમગતી, આકાશમાં અનાવૃત ઊંચી કરનાર એવી માટીની દિવાલ, ઈટ-પથ્થરની ભીંત, શિલા, શિલાખંડ કે ઓટલા વગેરે ઉપર ઊભા રહે, સૂવે કે બેસે અથવા તેમ કરનારનું અનુમોદન કરે,
११ जे भिक्खू खंधसि वा फलिहंसि वा मंचंसि वा मंडवंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अंतरिक्खजायंसि दुब्बद्धे दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી દુર્બધિત, અસ્થિર, પિત, ડગમગતા, આકાશમાં અનાવૃત્ત ઊંચા સ્તંભગૃહ, પાટિયા, મંચ, મંડપ, મેડા, જીર્ણ પ્રાસાદ, જીર્ણ હવેલી વગેરે સ્થાન પર ઊભા રહે, સૂવે કે બેસે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આચા, શ્રુ. ૨, અ. ૨, ઉ. ૧ માં આકાશગત ઊંચા સ્થાનો કે જે અસ્થિર હોય, ડગમગતા હોય તો તેના ઉપર ઊભા રહેવા, સૂવા આદિ ક્રિયાનો નિષેધ કર્યો છે, તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન છે. અંતરિણાલિ - અંતરિક્ષ જત. મંચ, માળ, મકાનની છત વગેરે સ્થાનોની ઊંચાઈ તો તેના નામથી જ સ્પષ્ટ છે માટે અંતરિક્ષ જાતનો અર્થ માત્ર “ઊંચુ સ્થાન” એવો ન કરતાં “આકાશમાં રહેલા અનાવર ઊંચા સ્થાન” તેવો અર્થ કરવો જોઈએ. ઊંચું સ્થાન જો દિવાલ વગેરે થી આવૃત્ત હોય તો તેના ઉપરથી પડી જવાની સંભાવના ન રહે, તેથી જ અહીં “અનાવૃત્ત સ્થાન” તેવો અર્થ સમજવો જોઈએ. આચા., મુ. ૨, અ. રના વિસ્તૃત પાઠથી આ જ અર્થ સ્પષ્ટ થાય છે.
આચારાંગ સુત્રમાં આવા સ્થાનોમાં ઊભા રહેવા આદિનો નિષેધ કર્યો છે. કદાચ ઊભા રહેવું પડે તો અત્યંત સાવધાની રાખવાનો નિર્દેશ પણ કર્યો છે અને અસાવધાનીથી થતી વિરાધનાઓનું સ્પષ્ટીકરણ પણ છે.
અન્યપ્રતોમાં રેન્જ, ગિર સાથે જિતેન્દ્ર શબ્દનો પ્રયોગ પણ જોવા મળે છે. ત્યાં fસે થી બેસવું અને સિરિય–નષેધિકી શબ્દથી સ્વાધ્યાયાદિ માટે બેસવું તેવો અર્થ કર્યો છે. નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૫ તથા આચારાંગ સૂત્રમાં ત્રણ શબ્દનો પ્રયોગ છે માટે અહીં પાઠમાં ત્રણ શબ્દ જ ગ્રહણ કર્યા છે. આ ત્રણ શબ્દ દ્વારા તે-તે સ્થાનો પર કરવામાં આવતી સર્વ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે.
ડગમગતા, અસ્થિર સ્થાનો પર ઊભા રહેવું વગેરે ક્રિયા કરતાં પડી જવાની સંભાવના છે. આ સ્થાનો પરથી પડે તો પૃથ્વીકાયની વિરાધના થાય, પૃથ્વી આશ્રિત ત્રસકાયની વિરાધના થાય. પડવાથી પોતાને વાગે તો આત્મ વિરાધના થાય, ઉપકરણ પડી જાય તો તે તૂટી જાય કે ઉપકરણ નાશ પણ પામે છે. ઉપરોક્ત દોષોની સંભાવનાના કારણે આવા સ્થાનો પર સાધુએ કોઈ પણ ક્રિયા કરવી નહીં. ગૃહસ્થને શિલ્પકળાદિ શિખવાડવા - १२ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा सिप्पं वा सिलोगं वा अट्ठावयं वा कक्कडगं वा वुग्गहं वा सलाहं वा सिक्खावेइ, सिक्खावेंतं वा साइज्जइ।