________________
ઉદ્દેશક-૧૩
| ૧૮૭ ]
७ जे भिक्खू चित्तमंताए लेलूए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત ઢેફા પર અથવા શિલાખંડ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે. |८ जे भिक्खू कोलावासंसि वा दारुए जीवपइट्ठिए सअंडे जाव मकडासंताणए ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લૂણ (કીડા)વાળા જીવ યુક્ત કાષ્ઠ પર તથા ઈડ, પ્રાણી, બીજ, લીલી વનસ્પતિ, ઓસ-ઝાકળ, પાણી, ઉધઈ, લીલ-ફૂગ, કાદવ, સચિત્ત માટી તથા કરોળિયાના જાળા હોય તેવી વસ્તુ પર ઊભા રહેવું, સૂવું કે બેસવું વગેરે ક્રિયા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં સચિત્ત પૃથ્વીની નજીકની અચિત્ત ભૂમિ છે. બીજા સૂત્રમાં વર્ષાદિના જલથી સ્નિગ્ધ ભૂમિનું ત્રીજા સત્રમાં સચિત્ત રજયુક્ત ભૂમિનું અને ચોથા સૂત્રમાં સચિત્ત માટી છવાઈ ગઈ હોય તેવી ભૂમિનું કથન છે. પાંચમા, છઠ્ઠા, સાતમા સૂત્રમાં ક્રમશઃ ભૂમિ, શિલા અને પત્થર વગેરે સચિત્ત પૃથ્વીનું કથન છે. આઠમા સૂત્રના પ્રારંભમાં જીવ યુક્ત કાષ્ઠનું કથન છે ત્યાર પછી અનેક પ્રકારના જીવ જંતુ યુક્ત સ્થાનોનું કથન છે. આચા., શ્રુ. ૨, અ. ૭, ઉ.૧, સૂ. ના આ પ્રાયશ્ચિત્ત સૂત્રો છે.
સાંદે શબ્દથી અહીં વિકસેન્દ્રિયોના ઇંડા સહિતના સ્થાન સમજવા જોઈએ. આચા, શ્રુ.૨, અ.ર, ઉ.૧, સૂ.૧માં સખંડ વગેરે સ્થાનમાં ઊભા રહેવા આદિનો નિષેધ છે, આ તેનું પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. ઓસ અને ૩૬ આ બે શબ્દોથી અહીં અપ્લાયનું સૂચન કર્યું છે, ૬ મયિ શબ્દથી પૃથ્વીકાય અને અષ્કાયના મિશ્રણનું સૂચન છે. તેમાં તળાવાદિના કિનારાની માટી તથા કુંભાર દ્વારા ભીની થયેલી માટી પણ સચિત્ત અથવા મિશ્ર હોય છે. ઉપરોક્ત સ્થાને કોઈપણ પ્રવૃત્તિ કરવાથી જીવ વિરાધના થાય છે. અસ્થિર સ્થાનો ઉપરની પ્રવૃત્તિઓ:| ९ जे भिक्खू थूणंसि वा गिहेलुयंसि वा उसुयालंसि वा कामजलंसि वा दुब्बद्धे दुण्णिक्खित्ते, अणिकंपे चलाचले ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएइ, चेएत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી જે સારી રીતે જોડાયેલા ન હોય અર્થાત્ સમ્યક બંધનથી બદ્ધ ન હોય, સારી રીતે જમીનમાં ખોડેલા ન હોય, નિષ્કપ ન હોય, ડગમગતા હોય તેવા નાના થાંભલા, ઉંબરા, ખાંડણિયા કે બાજોઠ આદિ, ઉપર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે કરનારનું અનુમોદન કરે, १० जे भिक्खू कुलियंसि वा भित्तिसि वा सिलसि वा लेलुंसि वा अंतरिक्खजायंसि, दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ ।