________________
પ્રાથને
[ ૧૮૫]
તેરમો ઉદેશક | પરિચય છROR ORDROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૭૯ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
સચિત્ત પૃથ્વીની નિકટની ભૂમિ ઉપર, સ્નિગ્ધ, સચિત્ત રજ યુક્ત પૃથ્વી પર; સચિત્ત માટી યુક્ત પૃથ્વી પર, સચિત્ત પૃથ્વી પર, શિલા કે પત્થર પર તથા જીવ યુક્ત કાષ્ઠ કે ભૂમિ પર, ઊભા રહેવું, બેસવું કે સૂવું; ભિત્તિ આદિથી અનાવૃત્ત ઊંચા સ્થાન ઉપર ઊભા રહેવું, બેસવું કે સૂવું ગૃહસ્થને શિલ્પ કળા આદિ શીખડાવવી; ગૃહસ્થને સરોષ, રૂક્ષ વચન કહેવા કે અન્ય કોઈ પ્રકારની આશાતના કરવી, ગૃહસ્થ માટે કૌતુકકર્મ કે ભૂતિકર્મ કરવું, ગૃહસ્થને કૌતુક પ્રશ્નના ઉત્તર દેવા, ભૂતકાળ સંબંધી નિમિત્ત બતાવવા; લક્ષણ, વ્યંજન કે સ્વપ્નનું ફળ બતાવવું, ગૃહસ્થ માટે વિદ્યા, મંત્ર કે યોગનો પ્રયોગ કરવો, ગૃહસ્થને માર્ગાદિ બતાવવા, ગૃહસ્થને ધાતુ કે ખજાનો (નિધિ) બતાવવો, ચળકતા વાસણ, દર્પણ, તલવાર આદિ પદાર્થોમાં પોતાનું પ્રતિબિંબ જોવું, સ્વસ્થ હોવા છતાં પણ વમન, વિરેચન કે ઔષધ સેવન કરવું; પાર્થસ્થ, કુશીલ, અવસન, સંસક્ત, નિત્યક, કાથિક, પ્રેક્ષણિક, મામક, સાંપ્રસારિક, આ નવને વંદન કરવા કે તેની પ્રશંસા કરવી; ઉત્પાદનના દોષો યુક્ત આહાર ગ્રહણ કરવો તેમજ વાપરવો ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી.