________________
૧૮૪]
શ્રી નિશીથ સૂત્ર
दुक्खुत्तो-तिक्खुत्तो:-मासकल्प विहारेण सकृत कल्पते एव उत्तरितु । तस्मिन्नेव मासे द्वि-तृतीय વારા પ્રતિષ 1 –ર્ણિ. ઋતુબદ્ધકાળ અર્થાતુ શેષકાળમાં માસકલ્પ વિહાર દરમ્યાન સાધુ પહેલા મહિનામાં બે વાર અને શેષ સાત મહિનામાં એક વાર મોટી નદી પાર કરી શકે છે. આ પ્રમાણે આઠ મહિનામાં નવ વાર નદી પાર કરે, તો તે સંબંધી પ્રાયશ્ચિત્ત ન આવે. પ્રથમ માસમાં બે વારથી વધુ અર્થાત્ ત્રણ કે તેથી વધુ વાર અને શેષ સાત મહિનામાં એક વાર થી વધુ અર્થાતુ બે કે તેથી વધુવાર નદી પાર કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. આ સૂચન કરવા સૂત્રકારે આ સૂત્રમાં દુહુતો-તિવૃત્તો એમ બેવડા શબ્દનો પ્રયોગ કર્યો છે. દશાશ્રુત સૂત્ર, દશા–રમાં એક માસમાં બે કે ત્રણવાર અને વર્ષમાંદસવાર નદી પાર કરે, તો તેને શબળ દોષ કહ્યો છે. નાની-મોટી નદીની વ્યાખ્યા :- જે નદીઓમાં જંઘા પ્રમાણ પાણી હોય તો તે નદી નાની નદી કહેવાય અને તેથી વધુ પાણી હોય તો તે નદી મોટી નદી કે મહાનદી કહેવાય છે. મહિનામાં બે કે ત્રણ વાર નદી પાર કરવાનું વિધાન મોટી નદીઓની અપેક્ષાએ સમજવું જોઈએ. ઉત્તરણ–સંતરણ:- પગે ચાલીને નદી પાર કરવી તે ‘ઉત્તરણ” અને કુંભ, મશક કે નાવ અથવા તુંબડા દ્વારા પાર કરવી તે સંતરણ કહેવાય છે. પગે ચાલીને કે નાવથી નદી પાર કરવાની વિધિ તથા ઉપસર્ગ આવે, ત્યારની વિધિનું કથન આચા., શ્રુ. ૨, અ. ૨, ઉ. ૨, ૩માં છે. પંઘ મહાઓ - આ સૂત્રમાં પાંચ મહાનદીઓના નામનો ઉલ્લેખ છે, પ્રાચીનકાળમાં આ તે પાંચ નદીઓ મહાનદીઓના રૂપમાં પ્રસિદ્ધ હતી. તેમાં પાણી કયારેય સુકાતું ન હતું. ઉપલક્ષણથી મોટી સર્વ નદીઓનું વિધાન આ સૂત્રથી થાય છે તેમ સમજવું જોઈએ. નદી પાર કરવા સંબંધી દોષો – અપ્લાય જીવની તથા પાણીમાં રહેલા દેડકા, માછલા વગેરે ત્રસકાય જીવની વિરાધનાથી સંયમ વિરાધના થાય છે. નદીના ખાડા કે વમળમાં પગ પડે, પાર કરવા સમયે પૂરા વગેરે આવી જાય તો આત્મવિરાધના થાય છે માટે ગ્લાન સાધુની વૈયાવચ્ચ જેવા ગાઢતર કારણ વિના સાધુએ નદી પાર કરવી ન જોઈએ.
પ્રસ્તુત ઉદ્દેશકના ૪૪ સૂત્રોમાં ૪૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
છે બારમો ઉદ્દેશક સંપૂર્ણ