________________
ઉદ્દેશક-૧૨
[ ૧૮૩ |
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ભાર વહન કરાવવા નિમિત્તે અશનાદિ ચાર પ્રકારનો આહાર તેને આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આગમમાં ભિક્ષને અત્યંત અલ્પ ઉપધિ રાખવાનું વિધાન છે. સાધુ સ્વયં વહન કરી શકે તેટલી જ ઉપધિ રાખે છે. શારીરિક અસ્વસ્થતાને કારણે અથવા શાસ્ત્ર આદિનું વજન અધિક થઈ જવાથી ગૃહસ્થ પાસે વહન કરાવવું પડે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. વિધિ અનુસાર રુષ્ણ સાધુની ઉપધિ અન્ય સ્વસ્થ સાધુ ઉપાડે છે.
ગૃહસ્થ પાસે સામાન ઉપડાવવામાં અનેક દોષોનું સેવન થાય છે. (૧) ગૃહસ્થ ચાલે તેમાં જે પાપ દોષ લાગે તેના અનુમોદનનું પાપ સાધુને લાગે છે અર્થાત્ સાવધ કાર્યનું અનુમોદન થાય છે. (૨) ઉપધિ પડી જાય, અયોગ્ય સ્થાને મૂકાઈ જાય કે કોઈ ઉપધિ ઉપાડી જાય તો અસમાધિ ઉત્પન્ન થાય. (૩) ભાર વધુ હોય તો ગૃહસ્થને પરિતાપ પહોંચે. (૪) ભાર વાહકને મજૂરી આપવામાં અપરિગ્રહ મહાવ્રત સંબંધી દોષો ઉત્પન્ન થાય છે, માટે સાધુએ સ્વયં લઈને ચાલી શકે તેટલી જ ઉપધિ રાખવી જોઈએ. મહાનદી પાર કરવીઃ४४ जे भिक्खू इमाओ पंच महण्णवाओ महाणईओ उद्दिवाओ, गणियाओ वंजियाओ, अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरइ वा संतरइ वा उत्तरंत वा संतरंतं वा साइज्जइ । तं जहा- गंगा, जउणा, सरयू, एरावई, मही । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી ગંગા, યમુના, સર્યુ. ઐરાવતી અને મહી, આ પાંચ નદીઓ કે જે મહાનદીઓ કહેવાય છે, મહાનદીરૂપે ગણના થાય છે, તે રૂપે પ્રસિદ્ધિ પામેલી છે, તેવી તે નદીઓને એક મહિનામાં બે વાર કે ત્રણવાર પગથી કે નાવથી પાર કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૪૦ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાનદીને ચાલીને કે નૌકાથી પાર કરવાની મર્યાદાના અતિક્રમણનું પ્રાયશ્ચિત્ત કથન છે.
સાધુને ઉત્સર્ગ માર્ગમાં તો કાચાપાણીનો સ્પર્શ કરવો પણ કલ્પતો નથી પરંતુ વિહાર કરતાં કોઈ ગામમાં જવા માટે જલમાર્ગ જ હોય તો નદી પાર કરવી પડે અથવા સ્થલ માર્ગે જતાં પૃથ્વીકાય, લીલોતરી અને લીલ-ફૂગ વગેરે અનંતકાયની વિરાધના વધુ થતી હોય તો આપવાદિક સ્થિતિમાં વિધિપૂર્વક નદી પાર કરવી કહ્યું છે, પરંતુ તે મહિનામાં એક જ વાર પાર કરી શકે. બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪ સૂ. ૨૮માં મોટી નદીઓને મહિનામાં બે કે ત્રણવાર પાર કરવાનો નિષેધ કર્યો છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.