________________
[ ૧૮૨ ]
શ્રી નિશીથ સૂત્ર
३९ जे भिक्खू दिया आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ દિવસે ગ્રહણ કરી, રાત્રે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू रत्ति आलेवणजायं पडिग्गाहेत्ता दिया कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपत वा विलिंपत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ રાત્રે ગ્રહણ કરી, દિવસે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू रत्ति आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिपंतं वा विलिंपतं वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ રાત્રે ગ્રહણ કરી, રાત્રે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વિલેપન યોગ્ય દ્રવ્ય રાત્રે ગ્રહણ કરવા અથવા વાપરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કથન છે.
વ્રણ આદિ ઉપર છાણ અથવા વિલેપન યોગ્ય અન્ય પદાર્થ ઔષધ રૂપમાં લગાડવા આવશ્યક હોય તો સ્થવિર કલ્પી સાધુએ દિવસે ગ્રહણ કરીને તે જ દિવસે તેનો ઉપયોગ કરવો જોઈએ. સુત્રોક્ત બંને ચૌભંગીમાં કહ્યા અનુસાર રાત્રે અથવા બીજા દિવસે ઉપયોગમાં લેવાનું તથા રાત્રે રાખવાનું અને ઉપયોગમાં લેવાનું થાય તો લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અગિયારમા ઉદ્દેશકમાં આહાર કરવાની અપેક્ષાએ આ પ્રકારની ચૌભંગી દ્વારા ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે પ્રક્ષેપાહારની અપેક્ષાએ વિલેપન(ઔષધાદિ લગાવવા)માં દોષ અલ્પ હોવાથી પ્રસ્તુતમાં તેનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગૃહસ્થ દ્વારા ઉપધિ વહન :४२ जे भिक्खू अण्णउत्थिएण वा गारथिएण वा उवहिं वहावेइ, वहावेतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક ગૃહસ્થ પાસે પોતાની ઉપધિ(સામાન) વહન કરાવે– ઉપડાવે કે તેમ કરનારનું અનુમોદન કરે, ४३ जे भिक्खू तण्णीसए असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देंतं वा साइज्जइ ।