________________
ઉદ્દેશક-૧૨
[ ૧૮૧]
નિષેધ અને પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીં આ સૂત્રમાં અર્ધયોજનથી આગળ આહાર લઈ જવા માત્રનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અર્ધ યોજનની ક્ષેત્ર મર્યાદા આગમોક્ત છે. સંગ્રહ વૃત્તિના ત્યાગ માટે આ મર્યાદા છે. ભિક્ષુ પોતાના ઉપાશ્રયથી ચારે ય દિશામાં અર્ધ યોજન સુધી ભિક્ષા માટે જઈ શકે છે અને વિહાર કરે ત્યારે પોતાના ઉપાશ્રયથી અર્ધયોજન સુધી આહાર પાણી સાથે લઈ જઈ શકે છે. આ ક્ષેત્ર મર્યાદા આત્માગુલ અર્થાતુ પ્રમાણોપેત મનુષ્યની અપેક્ષાએથી છે– તેમાં અર્ધા યોજન = બે ગાઉ એટલે લગભગ ૭ કિલોમીટર થાય છે.
બ્રહલ્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૩, સૂત્ર-૩૪માં પ્રત્યેક દિશામાં અર્ધ ગાઉ અધિક કહ્યો છે. તે સ્થડિલ ભૂમિમાં જવાની અપેક્ષાએ કહ્યું છે. એક દિશામાં અઢીગાઉ અને બે દિશાઓનું સાથે કથન કરવાથી પાંચ ગાઉનો અવગ્રહ કહ્યો છે. તે ક્ષેત્ર સીમાનું મુખ્ય કેન્દ્ર સાધુનું નિવાસ સ્થળ-ઉપાશ્રય છે. રાત્રિ વિલેપન - ३४ जे भिक्खू दिया गोमयं पडिग्गाहेत्ता दिया कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી દિવસે છાણ ગ્રહણ કરી, બીજા દિવસે શરીરના ત્રણઘા પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू दिया गोमयं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દિવસે છાણ ગ્રહણ કરી, રાત્રે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે,
३६ जे भिक्खू रत्तिं गोमयं पडिग्गाहेत्ता दिया कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिपंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રાત્રે છાણ ગ્રહણ કરી, દિવસે શરીરના ત્રણ પર એક કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે,
३७ जे भिक्खू रत्तिं गोमयं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिपंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાત્રે છાણ ગ્રહણ કરી, રાત્રે જ તે છાણ શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, |३८ जे भिक्खू दिया आलेवणजायं पडिग्गाहेत्ता दिया कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ દિવસે ગ્રહણ કરી, બીજા દિવસે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે,