________________
[ ૧૭૦]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :
ઉત્સર્ગ માર્ગમાં સાધુને ચર્મ રાખવું કલ્પતું નથી. બૃહત્કલ્પ, ઉ.—૩, સૂ.-૩માં રુવાંટીવાળા ચર્મના ઉપયોગનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. બીજા ઉદ્દેશકમાં અખંડ ચર્મ ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. કોઈ કારણવશાત્ ચર્મખંડ આવશ્યકતા પર્યત રાખવું તેમજ ઉપયોગમાં લેવું વિહિત છે.
કોઈ વિશેષ પરિસ્થિતિમાં સાધુ સરોમ ચર્મ પણ સૂત્રોક્ત વિધિ પ્રમાણે ઉપયોગમાં લઈ શકે છે, પરંતુ અધિક સમય સુધી રાખી શકતા નથી. સાધ્વીને માટે તો સરોમ ચર્મનો સર્વથા નિષેધ જ છે. સરોમ ચર્મના દોષોઃ- (૧) રોમોમાં અનેક સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ જાય છે. (૨) પ્રતિલેખના સારી રીતે થઈ શકતી નથી. (૩) વરસાદમાં કંથવા અથવા ફલણ થઈ જાય છે. (૪) તાપમાં રાખવાથી તે જીવોની વિરાધના થાય છે.
કોઈ પરિસ્થિતિમાં સરોમ ચર્મ લાવવું પડે તો કુંભાર, લુહાર જે ચર્મખંડ ઉપર આખો દિવસ બેસતા હોય, તેને રાત્રે અનાવશ્યક હોય તો તે લાવવું જોઈએ. રાત્રે રાખીને પાછું દઈ દેવું જોઈએ કારણ કે કુંભાર, લુહાર, આદિને દિવસભર અગ્નિની પાસે કામ કરવાના કારણે તેમાં એકરાત્રિ સુધી જીવોત્પત્તિનો સંભવ રહેતો નથી, તેથી બૃહત્કલ્પ ઉ. ૩માં એક રાત્રિથી અધિક સમય રાખવાનો નિષેધ કર્યો છે.
આ સૂત્રોક્ત લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સાધુને માટે સમજવું જોઈએ, સાધ્વી સરોમ ચર્મનો ઉપયોગ કરે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. રોમ રહિત ચર્મ વિશેષ પરિસ્થિતિ વશ સાધુ-સાધ્વી લઈ શકે છે અને નિયત સમય સુધી રાખી શકે છે. તેને રાખવાનું સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી પરંતુ ભાષ્યકારે આ સૂત્રના વિવેચનમાં રોમરહિત ચર્મ રાખવાથી સાધુને ગુરુચૌમાસી અને સાધ્વીને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે અકારણ રાખવાની અપેક્ષાએ કહ્યું છે. વસ્ત્રાચ્છાદિત બાજોઠ ઉપર બેસવું - |६ जे भिक्खू तणपीढगं वा पलालपीढगं वा छगणपीढगं वा वेत्तपीढगं वा कट्ठपीढगं वा परवत्थेणोच्छण्णं अहिढेइ, अहिडेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના વસ્ત્રથી આચ્છાદિત–ઢંકાયેલા તૃણના, પરાલના, છાણના, નેતરના કે કાષ્ઠના બાજોઠ ઉપર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દિઃ ક્રિયાપદથી બેસવું, સૂવું, ઊભા રહેવું આદિ સર્વે ક્રિયાઓનું ગ્રહણ થાય છે. સૂત્રોક્ત બાજોઠ આદિ પ્રાયઃ બેસવાના ઉપયોગમાં આવે છે.
સુત્રમાં તણાદિથી નિર્મિત પીઢ, બાજોઠનું કથન છે. ભિક્ષુને પીઠ-ફલગ, શય્યા-સંસ્કારક ગ્રહણ કરવા કલ્પનીય છે, પરંતુ ગૃહસ્થના વસ્ત્ર જડિત બાજોઠાદિ અકલ્પનીય છે. વસ્ત્ર યુક્ત બાજોઠમાં અપ્રતિલેખના અથવા દુષ્પતિલેખનાજન્ય દોષ તેમજ જીવ વિરાધનાનો સંભવ છે, તેથી વસ્ત્રયુક્ત બાજોઠાદિના ઉપયોગનું લુઘચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.