________________
ઉદ્દેશક-૧૨
[ ૧૭૧ ]
ગૃહસ્થાદિ પાસે સિલાઈ કામ કરાવવું - |७ जे भिक्खू णिग्गंथीए संघाडि अण्णउत्थिएण वा गारथिएण वा सिव्वावेइ सिव्वावेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સાધ્વીની પછેડી સીવડાવે કે સીવડાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
સાધુ-સાધ્વીએ પોતાની પછેડીનું સીલાઈ કાર્ય હાથે જ કરવું જોઈએ. પરિસ્થિતિ વશ ગીતાર્થની આજ્ઞા પ્રાપ્ત કરી સાધુ-સાધ્વી પરસ્પર એક બીજા પાસે સીલાઈ કરાવી શકે છે અને ક્યારેક સમીપસ્થ કોઈ સાધુ-સાધ્વી સીલાઈનું કાર્ય કરી શકે તેમ ન હોય, તો ગૃહસ્થ પાસે સીલાઈ કામ કરાવવું પડે, તો ઉદ્દેશક–પ, સૂત્ર–૧૨ પ્રમાણે લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે પરંતુ જો કોઈ સાધુ ગૃહસ્થ પાસે સાધ્વીની પછેડી સીવડાવે તો તેને આ સૂત્રથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
ગૃહસ્થ પાસે વસ્ત્ર સીવડાવવા તે સાધુનો આચાર નથી, તેમ છતાં સાધ્વીની પછેડી સીવડાવવામાં તો બીજા પણ દોષોની સંભાવના છે. ગૃહસ્થ સાધુના બ્રહ્મચર્યમાં શંકિત થાય માટે તેમ ન કરવું, તે જ સાધુ માટે ઉત્તમ છે.
સ્થાવરકાયનો આરંભ:|८ जे भिक्खू पुढविकायस्स वा आउकायस्स वा अगणिकायस्स वा वाउकायस्स वा वणस्सइकायस्स वा, कलमायमवि समारंभइ, समारभत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અથવા વનસ્પતિકાયની અલ્પ માત્રામાં પણ હિંસા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્થાવરકાય જીવોની અલ્પ પણ હિંસા થાય તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નમયમવિ – નીતિ તો પ્રમM – અલ્પ માત્રામાં અહીં એકેન્દ્રિય-સ્થાવર જીવોની અલ્પ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આચા., શ્ર.-૧, અ.-૧માં એકેન્દ્રિયની સજીવતા, તેની વિરાધનાના પ્રકાર તથા વિરાધનાના કારણોનું વર્ણન છે. દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૪માં વિરાધના ન કરવાની પ્રતિજ્ઞાનું સ્વરૂપ છે. તેનું અહીં તે જીવવિરાધના રૂપ પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત્ત છે.
નિશીથ સૂત્રની ભાષ્ય-ચૂર્ણિ વ્યાખ્યામાં સ્થાવરકાયની વિરાધનાના સ્થાનોનું વિસ્તૃત વર્ણન છે.
સાધુને નવકોટિએ જીવન પર્યત અહિંસા મહાવ્રતનું પાલન કરવાનું હોય છે. તેથી પોતાની દિનચર્યામાં ગોચરી, વિહાર, પ્રતિલેખન, પ્રમાર્જન, પરિષ્ઠાપન આદિ પ્રત્યેક ક્રિયામાં કોઈપણ રીતે સ્થાવર જીવોની વિરાધના થાય નહીં તેનું લક્ષ રાખે. ચાલવું, બેસવું, ઊભા રહેવું, સૂવું, ભાષાપ્રયોગ કરવો અને ભોજન કરવું, આ છ એ ક્રિયાઓ યતનાપૂર્વક કરે. સાધુ પ્રમાદાદિને વશ થઈને ઉપયોગ શૂન્યપણે વર્તન કરે, તો તેના નિમિત્ત પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના થાય છે અને તેનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.