________________
[ ૧૮ ]
શ્રી નિશીથ સૂત્ર
અગિયારમા ઉદ્દેશકમાં સેવા ભાવનાથી અથવા મોહભાવથી ગૃહસ્થના કાર્ય કરવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પશુઓને બાંધવા-છોડવા આદિ સંયમ સમાચારીથી વિહિત નથી. તે કાર્યો ગૃહસ્થોના જ છે, તેમ છતાં કોઈ વિશેષ પરિસ્થિતિ વશ જીવદયા–અનુકંપા ભાવથી કોઈ ભિક્ષુ તથાપ્રકારના કાર્યો કરે તો તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત અને ગૃહસ્થના અનુરાગ કે મોહથી કરે તો તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અનુકંપા સમ્યકત્ત્વનું મુખ્ય લક્ષણ છે, તેમ છતાં સાધુ, ગૃહસ્થ જીવનના અનેક કાર્યોમાં ગૂંચવાઈ ન જાય, તે માટે તેના સંયમી જીવનની અનેક મર્યાદાઓ છે અને મર્યાદાનું પાલન કરવામાં જ સાધુ જીવનની સુરક્ષા છે. પ્રત્યાખ્યાન ભંગ - | ३ जे भिक्खू अभिक्खणं-अभिक्खणं पच्चक्खाणं भंजइ, भंजतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો, તે શબલ દોષ છે, તેમ દશાશ્રુતસ્કંધની બીજી દશામાં કહ્યું છે.
મરણાં–વારંવાર. ભાષ્યકારે ભાષ્યમાં કહ્યું છે કે જે સાધુ ત્રીજીવાર પ્રત્યાખ્યાન ભંગ કરે તો સત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. અહીં પ્રત્યાખ્યાનથી ઉત્તરગુણરૂ૫ નમુક્રવાર સહિયે (નવકારશી) આદિ પ્રત્યાખ્યાનનો અધિકાર સમજવો જોઈએ. પ્રત્યાખ્યાનની ઉપેક્ષા કરી, સંકલ્પપૂર્વક પ્રત્યાખ્યાનનો ત્રણ કે તેનાથી વધુવાર ભંગ કરે તે બહુ કહેવાય છે.
પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી અપ્રતીતિ-અવિશ્વાસ, અવર્ણવાદ, પ્રસંગદોષ, અદઢતા, માયા, મૃષા, માયા-મૃષા વગેરે દોષ લાગે છે. ભાષ્યમાં કહ્યું છે
अपच्चओ य अवण्णो, पसंग दोसो य अदडता धम्मे ।
માયા ય મુસાવાઝો, દો પપા તોવો ય II ભાષ્ય ગાથા-૩૯૮૮ | (૧) અપ્રતીતિ- જે ઉત્તર ગુણરૂપ પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરે છે, તેનામાં લોકોને વિશ્વાસ રહેતો નથી. લોકોને થાય કે ઉત્તર ગુણરૂપ પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરે છે તો તે મૂળગુણરૂપ પ્રત્યાખ્યાનનો પણ ભંગ કરતા હશે. આ રીતે અવિશ્વાસને પાત્ર બને છે. (૨) પ્રત્યાખ્યાન ભંગથી સાધુ અને સંઘ બંનેનો અવર્ણવાદ–નિંદા થાય છે. (૩) એકવાર એક પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી અન્ય અનેક પ્રત્યાખ્યાન ભંગનો પ્રસંગ આવે છે. (૪) એકવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી અન્ય પ્રત્યાખ્યાનમાં અને શ્રમણ ધર્મના પાલનમાં દઢતા રહેતી નથી (૫) પ્રત્યાખ્યાન ભંગ કરે અર્થાતુ પ્રત્યાખ્યાન કંઈક કરે અને આચરણ કાંઈક જુદું કરે તો માયાચાર સેવનનો દોષ લાગે છે, જેમ કે– આયંબિલના પ્રત્યાખ્યાન કરી, એકાસણું કરી લે. () કહેવા અને કરવાની ભિન્નતાથી મૃષાવાદનો દોષ લાગે છે, જેમ કે- આજે એકાસણું છે તેમ કહી બે વાર જમી લે તો તે વચન અસત્ય થાય છે.