________________
ઉદ્દેશક-૧૨
[ ૧૭ ]
- બારમો ઉદ્દેશક - El.El.E ૪૪ લઘ ચોમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન VIE/E)
ત્રસ પ્રાણીઓને બાંધવા, છોડવા - | १ जे भिक्खू कोलुणवडियाए अण्णयरं तसपाणजायं, तणपासएण वा मुंजपासएण वा कट्ठपासएण वा चम्मपासएण वा वेत्तपासएण वा रज्जुपासएण वा सुत्तपासएण वा बंधइ, बंधत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કરુણા ભાવથી કોઈ ત્રસ પ્રાણીને તૃણ, મુંજ, કાષ્ઠ, ચર્મ, નેતર, રજૂ કે સૂતરના બંધનથી બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू कोलुणवडियाए अण्णयरं तसपाणजायं, तणपासएण वा जाव सुत्त- पासएण वा बद्धेल्लयं मुंचइ मुंचतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કરુણા ભાવથી તૃણ વાવસૂતરના બંધનથી બંધાયેલા કોઈ પણ ત્રણ પ્રાણીને મુક્ત કરે કે મુક્ત કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પશુઓને બાંધવા-છોડવા વગેરે કાર્ય ગૃહસ્થના છે, તે સંયમ સમાચારી વિહિત નથી, તેથી કરુણા ભાવ સાથે પણ આ પ્રકારની મર્યાદા ભંગના કાર્યો થાય તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સોનુણપડિયા - લુણં વરુષ્ય, મહુવા ચૂર્ણિકારે સુઇ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા કર્યો છે. (૧) સાધુ પશુ આદિના વાડાની નજદીક રહ્યા હોય અને ગૃહસ્વામી કોઈ કાર્ય અર્થે અન્ય સ્થાને ગયા હોય. તે સમયે કોઈ પશુ વાડામાંથી બહાર નીકળી જતાં હોય તો તેને બાંધવા અથવા ગૃહસ્વામી બહાર જતાં સમયે એમ કહે કે “અમુક સમય પછી આ પશુઓને છોડી નાખજો અથવા બહારથી અમુક સમયે પશુઓ આવશે ત્યારે તેને બાંધી દેજો” તો તે પશુઓને બાંધવા કે છોડવા, તે શય્યાતર પરનો મોહયુક્ત કરુણા ભાવ છે. (૨) બાંધેલા પશુ બંધનથી મુક્ત થવાને માટે ધમપછાડા કરતાં હોય, તેને બંધનથી મુક્ત કરવા અથવા છૂટા પશુને નિયત સ્થાને બાંધવા, એ પશુ પ્રત્યેનો કરુણા ભાવ છે. પશને બાધવા-છોડવાના દોષો :- ભિક્ષુ મુધાજીવી હોય છે તથા નિઃસ્પૃહ ભાવથી સંયમ પાલન કરે છે, તેથી કરુણા ભાવથી ગૃહસ્વામીનું કાર્ય કરવું, એ તેની શ્રમણ સમાચારીથી વિપરીત છે.
પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય, આકુળ-વ્યાકુળ થાય, તેથી તજ્જન્ય હિંસાનો દોષ લાગે છે. બંધનથી મુક્ત કરતાં તે પશુ કોઈનું નુકસાન કરે, ખોવાય જાય અથવા જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં વન્ય પશુ તેને મારી નાખે તો તે સંબંધી દોષ લાગે છે માટે ભિક્ષુએ આ પ્રકારના અસમાધિજન્ય સ્થાનમાં રહેવું ન જોઈએ, કારણ વશ રહેવું પડે તો નિઃસ્પૃહ ભાવથી રહેવું.