________________
[ ૧૭ ]
શ્રી નિશીથ સૂત્ર
બારમો ઉદેશક | પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૪૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા– ત્રસ પ્રાણીઓને બાંધવા કે છોડવા, વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો, પ્રત્યેક કાય મિશ્રિત આહાર કરવો, સરોમચર્મનો ઉપયોગ કરવો, ગૃહસ્થના વસ્ત્રાચ્છાદિત તૃણના બાજોઠ આદિ પર બેસવું, સાધ્વીની પછેડી ગૃહસ્થ પાસે સીવડાવવી, પૃથ્વી આદિ પાંચ સ્થાવરકાયિક જીવોની કિંચિત્ માત્ર વિરાધના કરવી, સચિત્ત વૃક્ષ ઉપર ચઢવું, ગૃહસ્થના વાસણોમાં આહાર કરવો, ગૃહસ્થના વસ્ત્ર પહેરવા, ગૃહસ્થની શય્યાદિ ઉપર બેસવું, ગૃહસ્થની ચિકિત્સા કરવી.
પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરવો, ઉદક ભાજન (ગૃહસ્થને પાણી ભરવાના કે ઉલેચવાના વાસણ)થી આહાર ગ્રહણ કરવો, દર્શનીય સ્થળોને જોવા જાવું, મનોહર રૂપોમાં આસક્ત થવું, પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહારને ચોથા પ્રહરમાં વાપરવા, બે ગાઉ ઉપરાંત આહાર-પાણી લઈ જઈને તેનો ઉપભોગ કરવો, છાણ અથવા લેપ્ય પદાર્થ રાત્રે લગાવવા અથવા રાત્રે રાખીને દિવસે લગાવવા, ગૃહસ્થ પાસે ઉપધિ વહન કરાવવી તથા તેને આહાર આપવો, મોટી નદીઓને મહિનામાં એક વારથી અધિક વાર પગે ચાલીને અથવા નાવાદિથી તરીને પાર કરવી ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.