________________
ઉદ્દેશક-૧૧
[૧૧]
અયોગ્યને પ્રવૃતિ કરવા - ३० जे भिक्खू णायगं वा अणायगं वा उवासगं वा अणुवासगं वा अणलं पव्वावेइ, पव्वावेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી દીક્ષા માટે અયોગ્ય એવા સ્વજન કે પરજનને, શ્રાવક કે અશ્રાવકને દીક્ષા આપે કે આપનારનું અનુમોદન કરે. ३१ जे भिक्खू णायगं वा अणायगं वा उवासगं वा अणुवासगं वा अणलं उवट्ठावेइ, उवट्ठावेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દીક્ષાને અયોગ્ય એવા સ્વજન કે પરજનને, શ્રાવક કે અશ્રાવકને દીક્ષા ભૂલથી અપાઈ ગઈ હોય અને ત્યાર પછી તેની જાણ થવા છતાં તેને વડી દીક્ષા આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અયોગ્ય વ્યક્તિને દીક્ષા, વડી દીક્ષા આપવાથી દીક્ષાદાતાને આવતા પ્રાયશ્ચિત્તનું કથન છે. દીક્ષા માટેના ઉમેદવારની બરાબર તપાસ-કસોટી કરી તેની યોગ્યતાનો નિર્ણય કરવો તે દીક્ષાદાતાનું કર્તવ્ય છે. આવી તપાસ ન કરે તો તે દીક્ષાદાતાનો પ્રમાદ છે. અયોગ્ય વ્યક્તિને દીક્ષા આપવાથી શાસનની હીલણા-નિંદા થાય માટે અહીં અયોગ્ય વ્યક્તિને દીક્ષા આપવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. કદાચ ભૂલથી અયોગ્ય વ્યક્તિને દીક્ષા અપાઈ ગઈ હોય અને પછી સાથે રહેવાથી અયોગ્યતાનો ખ્યાલ આવે તો વડી દીક્ષા આપવી ન જોઈએ, પણ ખ્યાલ આવવા છતાં વડી દીક્ષા આપે તો તેનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તુત સૂત્રમાં કહ્યું છે. અયોગ્ય પાસે વૈયાવૃત્ય કરાવવી :३२ जे भिक्खू णायगेण वा अणायगेण वा उवासएण वा अणुवासएण वा अणलेणं वेयावच्चं कारवेइ, कारवंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અયોગ્ય-અસમર્થ સ્વજન, પરજન, ઉપાસક, અનુપાસક એવા દીક્ષિત ભિક્ષુ પાસે સેવા કરાવે કે સેવા કરાવનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અયોગ્ય સાધુ પાસે સેવા કરાવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુત સૂત્રમાં સાધુપદ અધ્યાહાર છે. પૂર્વસૂત્રમાં અયોગ્ય સ્વજન-પરજન ઉપાસક-અનુપાસક(અશ્રાવક)ને દીક્ષા આપવાનું કથન છે. તેવા અયોગ્ય દીક્ષિત સાધુની સેવા લેવાનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તુત સૂત્રમાં કહ્યું છે.
સેવા કાર્ય અનેક પ્રકારના હોય છે પરંતુ ભાષ્યકારે આ સૂત્રમાં માત્ર ભિક્ષાચરીની અપેક્ષાએ અયોગ્યનું વર્ણન કર્યું છે. તે અયોગ્ય સાધુના ચાર પ્રકાર છે– (૧) જેણે પિડેષણાનું અધ્યયન કર્યું ન હોય, (૨) જેને સેવાકાર્યમાં શ્રદ્ધા-રુચિ ન હોય, (૩) જેણે પિડેષણા અધ્યયનના અર્થ-પરમાર્થ જાણ્યા ન હોય. (૪) જે દોષોનો પરિહાર કરી શકતો ન હોય.