________________
[ ૧૬૦ ]
શ્રી નિશીથ સત્ર
નૈવેધપિંડના પ્રકાર – નૈવેદ્યપિંડના બે પ્રકાર છે. (૧) નિશ્રાકૃત અને (૨) અનિશ્રાકૃત.
નિશ્રાકત– (૧) સાધુને આપવાની ભાવના સાથેનો નૈવેદ્યપિંડ મિશ્રજાત દોષ યુક્ત કહેવાય. (૨) સાધુને આપવાની ભાવનાથી નિયત દિવસને આગળ-પાછળ કરી જે નૈવેદ્યપિંડ બનાવાય તે પાડિયા દોષ યુક્ત કહેવાય અને (૩) નૈવેદ્યપિંડ તૈયાર કર્યા પછી સાધુને દેવા અલગ રાખ્યો હોય તો તે સ્થાપના દોષ યુક્ત કહેવાય. આ ત્રણે પ્રકારના નૈવેદ્યપિંડ “નિશ્રાકૃત નૈવેદ્યપિંડ' કહેવાય છે. તે આહાર મિશ્રજાત, પાડિયા અને સ્થાપના દોષથી દૂષિત હોવાથી તે ગ્રહણ કરે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અનિશ્રાકૃત– સાધુના નિમિત્ત વિના સ્વાભાવિક રૂપે જ નિશ્ચિત્ત દિવસે નૈવેદ્યપિંડ બનાવ્યો હોય તો તે અનિશ્રાકૃત નૈવેદ્યપિંડ કહેવાય છે.
આ અનિશ્રાકૃત સ્વાભાવિક નૈવેદ્યપિંડ દેવતાને અર્પિત કર્યા પછી દાનને માટે રાખવામાં આવે છે, તે નૈવેદ્યપિંડ દાનપિંડરૂપ હોવાથી નિશીથ સૂત્રના બીજા ઉદ્દેશકમાં આવેલા દાનપિંડના પ્રાયશ્ચિત્ત સૂત્રોમાં તેનો સમાવેશ થઈ જાય છે અને ત્યાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આ વર્ણનથી જ્ઞાત(જાણ) થાય છે કે આગમ કાળમાં દેવતાઓને અધિક માત્રામાં ખાદ્ય પદાર્થ અર્પિત કરવામાં આવતા હતા. જે પૂજાવિધિ કર્યા પછી દાન રૂપમાં વિતરિત કરવામાં આવતા હતા. સ્વછંદાચારીની પ્રશંસા-વંદના:२८ जे भिक्खू अहाछंदं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સ્વછંદાચારીની પ્રશંસા કરે કે તેમ કરનારનું અનુમોદન કરે. २९ जे भिक्खू अहाछंदं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી સ્વછંદાચારીને વંદન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃયથાઈદના પ્રકાર :- યથાછંદ(સ્વછંદાચારી)ના બે પ્રકાર છે– (૧) પ્રરૂપણા વિષયક યથાછંદ. આગમ વિષયમાં પોતાના મનમાં આવે તેમ, ગમે તેવી પ્રરૂપણા કરવી. (૨) ચારિત્ર વિષયક યથાછંદ. ચારિત્ર વિષયમાં ભગવાનની આજ્ઞાને એક બાજુ મૂકી મનમાં આવે તેમ વર્તે છે. આ બંને પ્રકારના સ્વચ્છેદાચારીની પ્રશંસા કે વંદના કરવાથી તેને પ્રોત્સાહન મળે છે માટે તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ઉપલક્ષણથી સ્વચ્છંદાચારીની સાથે શિષ્ય તથા આહાર આદિનું આદાન-પ્રદાન કરે, સંપર્ક રાખે તો પણ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ સમજવું જોઈએ.
તેરમા ઉદ્દેશક અનુસાર પાસત્થા આદિ નવ પ્રકારના સાધુઓને વંદના તથા તેમની પ્રશંસા કરવાનું તો લઘચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેઓની સાથે અન્ય પ્રકારે સંપર્ક રાખવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્તનું કથન અન્ય ઉદ્દેશકોમાં છે, પરંતુ સ્વચ્છેદાચારી સાધુ ઉસૂત્ર પ્રરૂપક હોવાથી તેની સાથે કોઈ પણ પ્રકારના સંપર્કનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેમ સમજાય છે.