________________
ઉદ્દેશક-૧૧
| ૧૫૯ |
तहप्पगारं विरूवरूवं हीरमाणं पेहाए ताए आसाए, ताए पिवासाए तं रयणि अण्णत्थ उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વરગૃહનું ભોજન, અર્થાત્ નવવધૂના પ્રવેશના લક્ષ્ય બનાવેલું ભોજન, વધૂગૃહનું ભોજન અર્થાત્ પિતૃ ગૃહે વધુ(કન્યા)ના પુનઃ પ્રવેશ પ્રસંગે બનાવેલું ભોજન, શ્રાદ્ધભોજન, મિત્રો માટે બનાવેલું ભોજન અથવા તેવા પ્રકારના અન્ય કોઈ પણ જાતના ભોજનને લાવતા-લઈ જવાતા જોઈને તે આહારની આશાથી, પિપાસાથી બીજે સ્થાને રાત્રિવાસ માટે જાય અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પુ - આદિ શબ્દોની વ્યાખ્યા આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદ્દેશક-૪ સુત્ર–૧માં કરી છે. તદનુસાર અહીં અર્થ કર્યા છે તે સિવાય ત્યાં પોતાનો અર્થ યક્ષાદિની યાત્રાનું ભોજન તથા સમેલનો અથે પરિજન આદિના સન્માનાથે બનાવેલું ભોજન પણ થાય છે.
પ્રસ્તુત સુત્રની ચૂર્ણિમાં આ શબ્દોની વૈકલ્પિક વ્યાખ્યાઓ આપી છે. તેનાથી પણ ભાવાર્થમાં કરેલા અર્થની પુષ્ટી થાય છે. હિંગોનં- મૃતક ભોજન, શ્રાદ્ધ ભોજન આદિ. સમેત- વિવાહ સંબંધી ભોજન, ગોષ્ઠી ભોજ-મિત્રોનું ભોજન.
ઉપરોક્ત પ્રસંગે સાધુ આહારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાતા જુએ અથવા શય્યાદાતાને ત્યાં વિશેષ ભોજનનું આયોજન હોય અને શય્યાતર પિંડ નિષિદ્ધ હોવાથી આ મકાનમાં શય્યાતરનો આહાર ગ્રહણ કરી શકાશે નહીં તેમ વિચારીને આહારની આકાંક્ષાથી તે મકાન છોડીને બીજાને ઘેર રાત્રિયાસ રહેવા ચાલ્યા જાય. તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત આવે છે. તે પ્રકારે કરવામાં આહારની આસક્તિ, લોકનિંદા અથવા અન્ય સંખડી સંબંધી દોષોની સંભાવના હોવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વ્યાખ્યાકારે શય્યાદાતા ઉપરાંત અન્ય વ્યક્તિના ઘરના ભોજનની આકાંક્ષાથી ગૃહ પરિવર્તન કરવાનું પ્રાયશ્ચિત્ત પણ આ સુત્રથી કહ્યું છે, જેમ કે કોઈ ભક્તિવાળા વ્યક્તિના ઘેર વિશેષ ભોજનનું આયોજન છે અને તે સ્થાન દૂર છે તો તેની નિકટમાં જઈને રાત્રિવાસ કરવો. આ પ્રમાણે શય્યાતર અને બીજા ભોજનની અપેક્ષાએ સ્થાન પરિવર્તન કરવામાં આવે તો તેનું અહીં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેમ સમજવું જોઈએ.
પ્રસ્તુત સૂત્રમાં મહેન્દ્ર પારેખ ની પૂર્વે આમિષ પરક શબ્દનો પ્રયોગ છે, તે લિપિ દોષથી કે પ્રક્ષિપ્ત થયો હોય, તેમ જણાય છે. આચા, શ્રુ. ૨, અ. ૧, ઉ. ૪, સૂ. ૧ અનુસાર અહીં તે પાઠ ગ્રહણ કર્યો નથી. નૈવેધપિંડ ગ્રહણઃ२७ जे भिक्खू णिवेयणपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નૈવેદ્યપિંડ વાપરે કે વાપનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દેવી-દેવતાઓને અર્પણ કરવા, મણિભદ્ર-પૂર્ણભદ્ર વગેરે અરિહંત પાક્ષિક દેવોને અર્પણ કરવા માટે જે આહાર બનાવવામાં આવે તે નૈવેદ્યપિંડ કહેવાય છે.