________________
૧દર |
શ્રી નિશીથ સૂત્ર
ઉપરોક્ત પ્રકારના અયોગ્ય સાધુ પાસેથી ભિક્ષાચરી સંબંધી સેવા કાર્ય કરાવવાથી મુખ્ય સાધુને કે પદવીધરને પ્રાયશ્ચિત્ત આવે છે. શારીરિક શક્તિથી સક્ષમ અને ક્ષયોપશમ યોગ્ય એવા સાધુ પાસે સેવા કાર્ય કરાવવું ઉચિત છે. શક્તિ અને યોગ્યતાથી વધુ સેવાકાર્ય કરાવવાથી અનેક દોષોની સંભાવના રહે છે, આ કારણે પ્રસ્તુત સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાધુ-સાધ્વીઓને સહ સંવાસઃ३३ जे भिक्खू सचेले सचेलाणं मज्झे संवसइ, संवसंत वा साइज्जइ । ભાવાર્થ-જે સચેલ ભિક્ષુ સચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू सचेले अचेलाणं मज्झे संवसइ, संवसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સચેલ ભિક્ષુ અચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू अचेले सचेलाणं मज्झे संवसइ, संवसंत वा साइज्जइ । ભાવાર્થ- જે અચેલ ભિક્ષુ સચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू अचेले अचेलाणं मज्झे संवसइ, संवसंतं वा साइज्जइ । ભાવાર્થ-જે અચેલ ભિક્ષુ અચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
(૧) બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–૧માં સાધુને સ્ત્રીયુક્ત સ્થાનમાં અને સાધ્વીને પુરુષયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે. બૃહત્કલ્પ., ઉ. ૩, સૂ. ૧|રમાં સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રયમાં રહેવાનો કે સ્વાધ્યાયાદિ ક્રિયા કરવાનો આદિનો નિષેધ છે. તે ઉપરાંત સાધુ-સાધ્વીને બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે વિવિક્ત શય્યા-આસનના ઉપયોગનું કથન છે. શ્રી ઠાણાંગ સૂત્રના દશમા સ્થાનમાં તેના અપવાદનું કથન છે. કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં ગીતાર્થ ગુરુની આજ્ઞાપૂર્વક સાધુ-સાધ્વી સાથે રહી શકે છે. આ રીતે આગમોમાં સૂત્રોક્ત વિષય માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન છે. પ્રસ્તુત સૂત્રોમાં ઉત્સર્ગ માર્ગે- કોઈપણ અનિવાર્ય કારણ વિના પણ સચેલ કે અચેલ સાધુ-સાધ્વી સાથે રહે, તો તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે મીઠું આદિ રાખવું - |३७ जे भिक्खू परियासियं पिप्पलिं वा पिप्पलिचुण्णं वा मिरियं वा मिरियचुण्णं वा सिंगबेरं वा सिंगबेरचुण्णं वा बिलं वा लोणं, उब्भियं वा लोणं आहारेइ, आहारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાત્રે રાખેલા પીપર, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, સૂંઠ, સૂંઠચૂર્ણ, બલવણ મીઠું કે ઉભિજ લવણ (મીઠું) ખાય કે ખાનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.