________________
ઉદ્દેશક-૧૧
[ ૧૫૭]
રાત્રે આહાર રાખવો, વાપરવો - २४ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा अणागाढे परिवासेइ, परिवासंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અનાગાઢ સ્થિતિ વિશેષ પરિસ્થિતિ(કારણ) વિના અશનાદિ ચાર પ્રકારના આહારને રાત્રે રાખે કે રાખનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू परिवासियस्स असणस्स वा पाणस्स वा खाइमस्स वा साइमस्स वा तयप्पमाणं वा भूइप्पमाणं वा बिंदुप्पमाणं वा आहारं आहारेइ, आहारत वा સાફ |
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી આગાઢ–પરિસ્થિતિવશ રાત્રે રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારમાંથી ત્વપ્રમાણ, ચપટી પ્રમાણ, તૃણ પ્રમાણ કે ભૂતિપ્રમાણ(રાખના કણ જેટલું), બિપ્રમાણ પણ અશનાદિ ચારે પ્રકારના આહારને વાપરે કે વાપરવાનું અનુમોદન કરે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ બે સુત્રમાં અનાગાઢ પરિસ્થિતિમાં રાત્રે આહાર રાખે કે આગાઢ પરિસ્થિતિમાં રાત્રે રાખેલા આહારને વાપરે તો તેના સંબંધી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. આગાઢ-અનાગાઢનું સ્પષ્ટીકરણ :- અનિવાર્ય કારણ ઉપસ્થિત થાય ત્યારે કે કોઈ કાર્ય માટે બીજો ઉપાય જ ન હોય તેવી પરિસ્થિતિ આગાઢ કહેવાય છે અને તેવી કોઈ પરિસ્થિતિ ન હોય, સામાન્ય સ્થિતિને અનાગાઢ કહે છે. સાધુ અનાગાઢ સ્થિતિમાં રાત્રે આહાર રાખે નહિ, આગાઢ પરિસ્થિતિમાં ક્યારેક આહાર રાત્રે રાખવો પડે તો તે રાખેલા આહારને ભોગવે નહિ. સૂત્ર. ૨૪માં અનાગાઢ શબ્દ પ્રયોગ છે કે સામાન્ય પરિસ્થિતિમાં રાત્રે અશનાદિ રાખે તો પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સૂ. ૨૫માં આગાઢ શબ્દ પ્રયોગ નથી, પરંતુ અર્થપત્તિથી આગાઢ પરિસ્થિતિવશ રાખવાનું થાય છે. આગાઢ પરિસ્થિતિના ઉદાહરણ :- આગાઢ પરિસ્થિતિને સ્પષ્ટ કરતા બે ઉદાહરણ આ પ્રમાણે છે(૧) સાંજે ગોચરી લાવ્યા પછી વાવાઝોડા સહિત વરસાદ આવે, ઘોર અંધકાર વ્યાપી જાય અને તેવી પરિસ્થિતિમાં આહાર વાપરી શકાય નહિ અને સૂર્યાસ્ત થઈ જાય તો (૨) આહાર અધિક માત્રામાં આવી ગયો હોય, વાપરી શકાય તેમ ન હોય, વધારાનો આહાર પરઠવો પડે તેમ હોય અને તે જ સમયે મૂશળ ધાર વરસાદ તૂટી પડે જેથી પરઠવા જવું દુષ્કર બની જાય, તેવી પરિસ્થિતિમાં આહાર રાખવો પડે તો તે આગાઢ પરિસ્થિતિ કહેવાય. આવી પરિસ્થિતિમાં રાત્રે રાખેલા આહારમાંથી જરા માત્ર આહાર સાધુ વાપરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
બૃહત્કલ્પ, ઉ.૫, સૂત્ર-૪નાણપત્થ કાજુ કાણુસૂત્રાશના આધારે વ્યાખ્યાકારે રોગાદિ કારણોમાં ઔષધ રૂ૫ દ્રવ્યની પ્રાપ્તિ અત્યંત દુર્લભ હોય, ત્યારે દુર્લભ દ્રવ્ય વગેરેને રાખવા પડે, તેને આગાઢ કારણ કહ્યું છે, પરંતુ આગમમાં રાત્રે કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થને રાખવાનો સ્પષ્ટ નિષેધ છે.
હિં ર જ સુષ્યના અનુમાવે જ સંગ-દશ. અ.૮, ગાથા-૨૪. સદિં બ બ્લેઝા, નેવાથી સંન– ઉત્ત. અ. ૬, ગાથા–૧૫.