________________
૧૫૬ |
શ્રી નિશીથ સૂત્ર
વિપરીત પ્રરૂપણા કરવાનો દોષ પણ લાગે છે, તેથી પ્રસ્તુત સૂત્ર દ્વયમાં તેનું ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિવિધ પ્રકારે રાત્રિ ભોજન -
२० जे भिक्खू दिया असणं पाणं खाइमं साइमं पडिग्गाहेत्ता दिया भुंजइ, भुजंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને દિવસે ગ્રહણ કરી, બીજા દિવસે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે,
२१ जे भिक्खू दिया असणं पाणं खाइमं साइमं पडिग्गाहेत्ता रत्तिं भुंजइ, મુંજાત વા લાફા ! ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને દિવસે ગ્રહણ કરી રાત્રે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू रत्तिं असणं पाणं खाइमं साइमं पडिग्गाहेत्ता दिया भुंजइ,
ગત વા સાફm I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને રાત્રે ગ્રહણ કરી, દિવસે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે. २३ जे भिक्खू रत्तिं असणं पाणं खाइमं पडिग्गाहेत्ता रत्तिं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચારે પ્રકારના આહારને રાત્રે ગ્રહણ કરી. રાત્રે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચૌભંગી દ્વારા રાત્રિ ભોજનનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે લઈ દિવસે વાપરવું અને દિવસે લઈ રાત્રે વાપરવું વગેરે ચારે ય વિકલ્પવાળો આહાર કરવો સાધુને કલ્પતો નથી. અહીં પ્રથમ સુત્રમાં દિવસે લઈ દિવસે વાપરવાનું જે કથન છે તે પહેલા દિવસે લઈને બીજા દિવસે વાપરવા સંબંધી છે. દિવસે લઈ રાત્રે, રાત્રે લઈ રાત્રે આહાર કરે, તે તો સ્પષ્ટરૂપે રાત્રિભોજન જ છે, પરંતુ રાત્રે ગ્રહણ કરાતો આહાર દિવસે વાપરે તો પણ રાત્રે ગ્રહણ થયો હોવાથી તે રાત્રિભોજન જ કહેવાય છે. રાત્રિભોજનના દોષો :- (૧) રાત્રિ ભોજનથી પ્રાણાતિપાત વિરમણ વ્રતાદિ મૂળગુણોની વિરાધના થાય છે. (૨) છઠ્ઠા રાત્રિ ભોજન વિરમણ વ્રતનો ભંગ થાય છે. (૩) રાત્રે આહાર ગ્રહણ કરવા જતાં એષણા સમિતિનું પાલન શક્ય નથી. (૪) લીલ-ફૂગ, કંથવા જેવા સૂક્ષ્મ પ્રાણીઓની વિરાધનાનો સંભવ છે.
મૂળગુણનો ભંગ થતો હોવાથી પ્રત્યક્ષ જ્ઞાનીઓ આહારને વિશુદ્ધ જાણવા છતાં રાત્રે વાપરતા નથી. તીર્થકર, ગણધર તથા આચાર્યો દ્વારા રાત્રિ ભોજન અનાસેવિત છે. તેમાં છઠ્ઠા મૂળગુણની વિરાધના થતી હોવાથી રાત્રિ ભોજન કરવું ન જોઈએ.