________________
ઉદ્દેશક-૧૧
૧૫૫ ]
ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પરસ્પર વિરોધી રાજ્ય અર્થાત્ પરસ્પરના રાજ્યમાં ગમનાગમન માટે સમસ્ત પ્રજાજનોમાં નિષેધ જાહેર કર્યો હોય, તેવા રાજ્યોમાં વારંવાર ગમન, વારંવાર આગમન, વારંવાર ગમનાગમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
બે રાજાઓમાં પરસ્પર વિરોધ ચાલી રહ્યો હોય, એક રાજ્યથી બીજા રાજ્યની સીમામાં જવાનો પ્રતિબંધ હોય તો ત્યાં સાધુએ જવું જોઈએ નહીં. જો ત્યાં જવું આવશ્યક જ હોય તો એકવાર ગમન અથવા આગમન કરે, તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ વારંવાર ગમન અથવા આગમનમાં અનેક દોષોની સંભાવના રહે છે, તેથી તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૧ સૂ. ૩૭માં આ સંબંધમાં નિષેધ કર્યો છે તથા તે પ્રમાણે કરનારા ભગવદાજ્ઞા તથા રાજાજ્ઞા બન્નેનું ઉલ્લંઘન કરે છે, તેમ કહ્યું છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
વિરુદ્ધ રાજ્યમાં પણ જ્યાં સર્વથા ગમનાગમનનો નિષેધ હોય તેવા રાજ્યમાં સાધુ એકવાર પણ ન જાય અને જ્યાં વ્યાપાર અર્થે જવાની છૂટ હોય તો ત્યાં સાધુ આવશ્યક્તા પ્રમાણે એકાદવાર જઈ શકે છે.
વિરોધી રાજ્યમાં વારંવાર જવાથી સાધુમાં જાસૂસ કે ચરપુરુષ હોવાની શંકા થાય તો સાધુને માર મારે, કેદ કરે, તો સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. લોકોમાં સાધુની નિંદા થાય, ધર્મની હાનિ થાય, ઇત્યાદિ કારણોથી અહીં તેમ કરવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. જો આવશ્યક ન હોય તો ભિક્ષુએ તેવા વિરોધી ક્ષેત્રોમાં વિચરણ ન કરવું જોઈએ. દિવસ ભોજન નિંદા અને રાત્રિ ભોજન પ્રશંસા:| १८ जे भिक्खू दियाभोयणस्स अवण्णं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી દિવસ ભોજનની નિંદા કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू राइभोयणस्स वण्णं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રાત્રિભોજનની પ્રશંસા કરે છે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
સાધુ રાત્રિ ભોજનના સર્વથા ત્યાગી હોય છે.
દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૪માં કથન છે કે ભિક્ષુ રાત્રિ ભોજનના ત્રણ કરણ ત્રણ યોગથી જીવન પર્યત પ્રત્યાખ્યાન લે છે. દશવૈકાલિક સૂત્રમાં પાંચ મહાવ્રત પછી છઠ્ઠ રાત્રિ ભોજન વિરમણ વ્રતનું કથન છે, તે મહાવ્રત જેવી તુલ્યતા સૂચિત કરે છે. દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર વગેરે આગમોમાં અનેક સ્થાને રાત્રિભોજનના ત્યાગનું કથન છે.
દિવસ ભોજનની નિંદા તથા રાત્રિ ભોજનની પ્રશંસા કરવાથી સાધુ રાત્રિ ભોજનના પ્રેરક થાય છે, જેથી ત્રણ કરણ અને ત્રણ યોગથી સ્વીકારેલું રાત્રિ ભોજન પ્રત્યાખ્યાન વ્રત દૂષિત થાય છે અને જિનવાણીથી